પ્રથમ ટી20 માં વિરાટ કોહલી અને લોકેશ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા ટીમને જીત અપાવી હતી. વિરાટે ટી20 કેરિયરમાં સર્વશ્રેષ્ઠ 94 રનની અણનમ ઇનિંગ રમ્યો હતો. જ્યારે રાહુલે 62 રન બનાવ્યા હતા.
બીજી ટી20 ભારતમાં સાંજે 7 વાગે શરૂ થશે, જેનુ લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર દેખાડવામાં આવશે, Star Sports 1 SD/HD, Star Sports 1 Hindi SD/HD પર લાઇવ બ્રૉડકાસ્ટિંગ થશે. ઉપરાંત ડીડી સ્પોર્ટ્સ ચેનલ પર પણ લાઇવ મેચ જોઇ શકાશે.
ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, ઋષભ પંત, શિવમ દુબે, વૉશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મનિષ પાંડે
વેસ્ટ ઇન્ડિઝ ટીમઃ- ફેબન એલન, બ્રેન્ડન કિંગ, દિનેશ રામદીન, શેલ્ડન કૉટરેલ, ઇવિન લૂઇસ, શેરફેન રદરફોર્ડ, શિમરન હેટમેયર, ખેરી પિયરે, લિન્ડસ સિમન્સ, જેસન હૉલ્ડર, કીરોન પોલાર્ડ, હેડેન વૉલ્શ, કીમો પૉલ, નિકોલસ પૂરન, કેસરિક વિલિયમ્સ.