નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટી20માં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના ઓપનરોએ શાનદાર શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્માએ 51 બોલમાં 67 રન બનાવ્યા હતા. ઈનિંગમાં તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.


મેચ દરમિયાન રોહિતે T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે સિકસ ફટકારવાના વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેઈલનો રેકોર્ડ તોડ્યો હતો. રોહિત હવે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે સિક્સ મારનારો બેટ્સમેન બની ગયો છે. રોહિતની 96 મેચમાં કુલ 107 સિક્સ થઈ ગઈ છે. ક્રિસ ગેઈલે 58 મેચમાં 105 છગ્ગા માર્યા છે અને હવે તે બીજા નંબર પર આવી ગયો છે.



ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ 103 સિક્સ સાથે ત્રીજા, 92 સિક્સ સાથે કોલિન મુનરો ચોથા અને 91 સિક્સ સાથે બ્રેન્ડન મેક્કુલમ પાંચમા નંબર પર છે.



ગુજરાતી ક્રિકેટરનો ધડાકો, કહ્યું- મારા સહિત આશરે 100 ક્રિકેટરોને જમ્મુ-કાશ્મીર છોડવાનું કહેવામાં આવ્યું, જાણો વિગત

ઈઝરાયલના ફ્રેન્ડશીપ ડે ટ્વિટ પર પીએમ મોદીએ શું આપ્યો જવાબ, જાણો વિગત