ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બનવાથી માત્ર 19 રન દૂર છે. કોહલીએ વિન્ડિઝ સામે 1912 રન બનાવ્યા છે અને હાલ તે બીજા નંબર પર છે. પાકિસ્તાનનો પૂર્વ દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિંયાદાદ 1930 રન સાથે પહેલા નંબબર પર છે.
કોહલી પાસે ભારત-વેસ્ટ ઈન્ડિઝ દ્વીપક્ષીય શ્રેણીમાં સૌથી વધારે રન બનાવવાની તક છે. વેસ્ટ ઈન્ડિઝના રામનરેશ સરવાને 17 મેચમાં 700 રન બનાવ્યા છે, જ્યારે કોહલી હાલ 12 મેચમાં 556 રન નોંધવા ચુક્યો છે.
વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓપનર ડેસમંડ હેયન્સનો રેકોર્ડ તોડવાનો પણ કોહલી પાસે મોકો છે. કોહલી અને હેયન્સ 2 સદી સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબર પર છે.
રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયું રેડ એલર્ટ, જાણો વિગત
છોટાઉદેપુરઃ કવાંટમાં સાંબેલાધાર વરસાદ, જાણો છ કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો