વડોદરા: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વડોદરા ખાતે રમાયેલી બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5 વિકેટથી હરાવી ત્રણ મેચોની વનડે સીરીઝમાં 2-0થી જીત મેળવી હતી. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 6 વિકેટ ગુમાવી 247 રન બનાવ્યા હતા. ભારતે 48 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ભારત તરફથી પુનમ રાઉત( 65) અને કેપ્ટન મિતાલી રાજે (66) 129 રનોની પાર્ટનરશિપ કરી હતી. હરમનપ્રીત સિંહે 27 બોલમાં અણનમ 39 રન બનાવી ભારતને જીત આપવી હતી.પૂનમ રાઉતને ‘પ્લેયર ઓફ ધ મેચ’ આપવામાં આવી હતી.


જ્યારે દક્ષિણ આફ્રિકા તરફથી અયાબોન્ગાએ સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી. બેટિંગમાં લાઉરા વોલ્વાર્ટે સર્વાધિક 69 રન બનાવ્યા હતા.