આ ભારતીય મહિલા ક્રિકેટર બની DSP, એક સમયે પોલીસે નોકરી આપવાની પાડી હતી ના
મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે હરમનપ્રીત કૌરની વર્દી પર સ્ટાર લગાવ્યા હતા. મહિલા વર્લ્ડ કપ 2017માં ભારતના શાનદાર પ્રદર્શન બાદ ગત વર્ષે જુલાઈમાં હરમનપ્રીતે ડીએસપી પદની કોશિશ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક સમયે પંજાબ પોલીસે હરમનપ્રીતને નોકરી આપવાથી ઇન્કાર કરી દીધો હતો.
ડીએસપી પદ માટે હરમનનું મેડિકલ પરીક્ષણ પહેલાથી જ થઈ ગયું હતું, પરંતુ ભારતીય રેલવેએ તેને પદમુક્ત કરી નહોતી, જેથી તે પંજાબ પોલીસમાં જોડાઈ શકી નહોતી.
લુધિયાણાઃ ભારતીય મહિલા ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ગુરુવારે પંજાબ પોલીસમાં ડીએસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. આ અવસર પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ, જીડીપી સુરેશ અરોડા હાજર રહ્યા હતા.
હરમન પણ પંજાબ પોલીસમાં જોડાવા માંગતી હોવાથી ભારતીય રેલવેએ તેને પદથી મુક્ત કરી દીધી હતી. હરમનપ્રીત પશ્ચિમ રેલવેમાં ત્રણ વર્ષ ફરજ બજાવી ચુકી હતી. તેણે ગત વર્ષે રેલવેમાંથી રાજીનામું આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -