પોર્ટ એલિઝાબેથ વન ડેઃ ભારતની ઐતિહાસિક જીત, આફ્રિકામાં 26 વર્ષમાં પ્રથમ વખત સીરિઝ જીતી
પોર્ટ એલિઝાબેથઃ સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતેની પાંચમી વનડેમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 73 રનથી હરાવીને 26 વર્ષમાં પ્રથમ વખત તેમની ધરતી પર વન ડે સીરિઝ જીતી છે. ભારતે છ વન-ડે મેચની સીરિઝ 4-1થી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા ભારત ક્યારેય સાઉથ આફ્રિકામાં વન ડે સીરિઝ જીતી શક્યું નહોતું. આ ઉપરાંત પોર્ટ એલિઝાબેથમાં પણ ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત છે. શ્રેણીની છઠ્ઠી અને અંતિમ વન-ડે 16 ફેબ્રુઆરીએ રમાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App275 રનના ટાર્ગેટને ચેસ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમ 42.2 ઓવરમાં 201 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આફ્રિકા વતી હાશિમ અમલાએ સૌથી વધારે 71 રન બનાવ્યા હતા. ડેવિડ મિલરે 36 અને કેપ્ટન માર્કરામે 32 રનનું યોગદદાન આપ્યું. ભારત વતી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી હતી. ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 તથા જસપ્રીત બુમરાહને 1 વિકેટ મળી હતી. 115 રનની ઇનિંગ રમવા બદલ રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
પોર્ટ એલિઝાબેથમાં ભારતીય પ્રશંસકોએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને લગ્નની શુભકામના પાઠવી હતી.
7.2 ઓવરમાં ભારતનો સ્કોર 48 રન હતો ત્યારે ટીમ ઈન્ડિયાને શિખર ધવનના રૂપમાં પ્રથમ ફટકો લાગ્યો હતો. ધવને આક્રમક બેટિંગ કરતાં 23 બોલમાં 34 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 36 રન બનાવી રન આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 153 રન હતો. રહાણેના રૂપમાં ભારતને ત્રીજો ફટકો લાગ્યો હતો. રહાણે 8 રન બનાવી રન આઉટ થયો હતો. રોહિત શર્મા 115 રન બનાવી એન્ગિડીની ઓવરમાં આઉટ થયો હતો. જે બાદ હાર્દિક પંડ્યા 0 રને આઉટ થયો હતો અને ભારતે નિયમિત વિકેટ ગુમાવી હતી.
મંગળવારે આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો.
આ પહેલા સેન્ટ જ્યોર્જ પાર્ક ખાતેની પાંચમી વનડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટે 274 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 115 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી 10 ઓવરમાં નગિડી ભારતીય ટીમ પર ત્રાટક્યો હતો અને 4 વિકેટ લીધી હતી, જેના કારણે ભારત માંડ 270 રનનો આંક વટાવી શક્યું હતું. એક તબક્કે ભારત 300 રનનો સ્કોર વટાવી જાય તેવી શક્યતા હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -