ઈન્ડિયન ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી રાત્રે કેમ કરી નેટ પ્રેક્ટિસ, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિલ્હી ડેરડેવિલ્સ ટીમના માલિકે કહ્યું હતું કે, એન્ટી કરપ્શન યૂનિટના રિપોર્ટ આવ્યા બાદ જ શમીને રમવા અંગે નિર્ણય લેવામાં આવશે.
આ ઘટના બાદ બીસીસીઆઈએ પોતાના સેન્ટ્રલ કોન્ટ્રેક્ટમાંથી શમીનું નામ પણ હટાવી દેવામાં આવ્યું છે અને હવે આઈપીએલ સિઝન 11માં પણ તેનું રમવાનું નક્કી નથી.
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાંની વચ્ચે ચાલી રહેલ વિવાદમાં દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. પત્ની હસીન જહાંએ ગંભીર આરોપો બાદ શમીની મુશ્કેલીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ કોલકત્તા પોલીસ શમીના પરિવારની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી હતી.
પત્ની હસીન જહાંએ શમી પર ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો બાદ બીસીસીઆઈની એન્ટી કરપ્શન યુનિટની ટીમે શમીની પૂછપરછ પણ કરી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ વીડિયોમાં શમી નાઈટમાં નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. મોહમ્મદ શમી સાથે અન્ય ચાર સ્થાનિક ખેલાડીઓ પણ જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આવામાં આઈપીએલની તૈયારી માટે શમીની પાસે બહુ જ ઓછો સમય બચ્યો છે પરંતુ શમી હવે આ તમામ મુશ્કેલીઓની વચ્ચે એકવાર ફરીથી ક્રિકેટના મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
આ તમામ મુશ્કેલીઓની વચ્ચે શમી લાંબા સમયથી ક્રિકેટથી દૂર થઈ ગયો છે. શમીને આઈપીએલ સિઝન 11માં દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી રમવાનું છે. 11મી સિઝનની શરૂઆત 7 એપ્રિલથી થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -