એડિલેડ ટેસ્ટ જીત્યા બાદ Live શોમાં ભાન ભૂલ્યા કોચ રવિ શાસ્ત્રી, ફેન્સે ઉડાવી મજાક
બીજી તરફ એડિલેડ ટેસ્ટમાં જીત પછી વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ તો એક શરુઆત છે. અમે અહીં ફક્ત મેચ જીતવા નહીં પણ શ્રેણી જીતવા આવ્યા છીએ. મને મારી ટીમના બોલરો પર ગર્વ છે. અમે ફક્ત ચાર બોલરો સાથે 20 વિકેટ ઝડપી હતી. જે એક મોટી સિદ્ધિ છે. આવું અમે પહેલા ક્યારેય કર્યું નથી. જો બેટ્સમેનો સારી રમત બતાવશે તો અમે આગામી ટેસ્ટ પણ જીતીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજીત પછી રવિ શાસ્ત્રીએ સુનીલ ગાવસ્કર સાથે લાઇવ શો માં અજીબોગરીબ નિવેદન કર્યું હતું. રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાની રોમાંચક જીત પછી અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. શાસ્ત્રીના આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં મજાક ઉડાડવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીને એડિલેડ ઓવલમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ જીત માટે ગર્વ છે. ટીમ ઇન્ડિયાએ સોમવારે ચાર મેચની સીરીઝના પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 31 રને હાર આપીને 1-0થી લીડ મેળવી હતી. જોકે મેચની જીત પછી કોચ રવિ શાસ્ત્રીની મજાક ઉડી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -