શ્રીલંકામાં FB અને વોટ્સએપનો ઉપયોગ નથી કરી શકતા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ, જાણો કારણ
ભારત સહિતની ટીમ હાલ શ્રીલંકાના પ્રવાસે છે જેમાં શ્રીલંકા, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણી રમાઈ રહી છે જેમાં ત્રણેય ટીમે એક-એક મેચ જીતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીલંકાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના ખેલાડીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી. થોડા દિવસ પહેલાં જ બૌદ્ધ અને મુસ્લિમ સમુદાય વચ્ચે હિંસક ઘટનાઓને કારણે શ્રીલંકામાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેના કારણે ખેલાડીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી.
ભારતીય ટીમના એક મેમ્બરે કહ્યું કે, ‘સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હોવાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વોટ્સએપ પર મેસેજ આવી રહ્યા છે પરંતુ વાંચી શકતા નથી.’
મંગળવારે હિંસા વધતી જોઈને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ દેશમાં 10 દિવસ માટે ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. બુધવારે કેબિનેટ સ્પોક્સપર્સન રજિતતા સિર્નેસ્તેને કહ્યું કે સરકારે મુસ્લિમો પર હુમલો કરવા માટે ફેસબુક પર મોકલવામાં આવેલા મેસેજને રોકવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે.
શ્રીલંકામાં ભારતીય ટીમના ખેલાડીઓ સહિત સ્થાનિક લોકો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતા નથી. જેના કારણે લોકોને સમય કાઢવો મુશ્કેલી બન્યો છે. ભારતીય ખેલાડીઓને સેલ્ફી અને મસ્તી કરતાં ફોટો તો પોતાના મોબાઈલમાં ક્લિક કર્યા જોકે સોશિયલ મીડિયામાં મુકી શકતાં નથી જેના કારણે મુશ્કેલ બન્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -