પાકિસ્તાની યુવતીને લઈને મોહમ્મદ શમીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું....
નવી દિલ્હીઃ પત્ની હસીન જહાંના આરોપોનો સામનો કરી રહેલ ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ એક મોટો ખુલાસો કર્યો છે. શમીએ કહ્યું કે હાં તે અલિશ્બા નામની પાકિસ્તાની યુવતીને દુબઈમાં મળ્યો હતો. શમીએ રિપબ્લિક ટીવીને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેણે દુબઈમાં અલિશ્બા સાથે મુલાકાત કરી હતી અને તે ઇન્સ્ટાગ્રામ પર તેની ફોલોઅર્સ છે, અને તેને કારણે જ તેની હાય, હેલ્લો થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશમીએ કહ્યું કે, અલિશ્બા દુબઈમાં પોતાની બહેનના ઘરે આવી હતી જ્યાં તેને તે એક મિત્ર, એક ફેન તરીકે મળી હતી. આમા કંઈ ખોટું નથી પણ મીડિયાએ આ વાતને ખોટી રીતે રજૂ કરી દીધી. તેની સાથે પૈસાને લઈને કોઈ વાતચીત થઈ નથી.
મેચ ફિક્સિંગનો જે આરોપ છે તે ખોટો છે. ફિક્સિંગ અંગે હું વિચારી પણ ન શકું. મહંમદભાઈને બધા લોકો ઓળખે છે. ટીમના દરેક ખેલાડી સાથે તેની મુલાકાત થયેલી છે. હસિન પણ મહંમદભાઇને મળી ચૂકી છે અને તેની સાથે ડીનર પણ લીધુ છેં. હસિને અચાનક મેચ ફિક્સિંગનો આરોપ કેમ લગાવ્યો તેનો કોઈ ખ્યાલ નથી.
ઉલ્લેખનીય છે કે, પત્ની હસીન જહાંના શમી પર મેચ ફિક્સિંગના આરોપ બાદ બીસીસીઆઈએ પોતાની એન્ટિ કરપ્શન યૂનિટ (એસીયુ)ને શમી મામલાની તપાસ કરવા માટે કહ્યું છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સંચાલકોની સમિતિના ચીફ વિનોદ રાયે એસીયુના પ્રમુખ નીરજકુમારને ઇમેલ મોકલ્યો છે. તેઓએ આ આરોપોની તપાસ એક અઠવાડિયાની અંદર કરી રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. તેઓએ આ મેલ બીસીસીઆઈના તમામ પદાધિકારીઓને માર્ક કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -