ભારતીય ક્રિકેટરોને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પત્નીને સાથે નહીં લઈ જવા BCCI નો આદેશ, જાણો શું છે નિયમ?
આ પ્રથમ વખત છે કે જ્યારે ટેસ્ટ સીરીઝ શરૂ થતા પહેલા જ કેપ્ટન કોહલીની પત્ની અનુષ્કા સહિત તમામ ક્રિકેટરોની પત્નિઓને ભારત પાછા ફરવા કહેવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઓગષ્ટમાં શરૂ થનારી ટેસ્ટ સીરીઝ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયા પર નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ પ્રમાણે ભારતીય ક્રિકેટરો પોતાની પત્ની સાથે ટેસ્ટ સીરીઝ દરમિયાન નહીં રહે.
બોર્ડના આ નિર્ણય બાદ હવે ક્રિકેટરોની પત્નીઓને પાછા ભારત ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ટીમ ઈન્ડિયા હવે એસેક્સ વિરુદ્ધ ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ માટે ચેલ્મ્સફોર્ડમાં રહેશે અને તેના પહેલા ક્રિકેટરોને પોતાની પત્નીઓને ગૂડબાય કહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીસીસીઆઈના નવા નિયમના કારણે હવે ટેસ્ટ સીરીઝ દરમિયાન કોહલી સાથે અનુષ્કા નજર નહીં આવે, હવે ત્રીજી ટેસ્ટની સમાપ્તિ સુધી ભારતીય ખેલાડીઓની પત્ની અને ગર્લફ્રેન્ડ કોઈ પણ પ્લેયર સાથે ઈંગ્લેન્ડમાં સાથે નહીં રહે.
ઉલ્લેખનીય છે કે ટી20 અને વનડે સીરીઝ દરમિયાન કેપ્ટન વિરાટ કોહલી સિવાય ટીમના અનેક ખેલાડીઓ પોતાની પત્નીઓ પણ ત્યાં સાથે હતી. એવામાં ક્રિકેટર્સ પોતાની પત્નીઓ સાથે રોમેન્ટિક તસવીરો, ક્યારેક ટ્રેન મુસાફરીની તો ક્યારેક સડક કિનારે, દરિયા કિનારે બન્ને આ રીતે પોતાની ટ્રિપની મઝા માણી રહ્યા છે, જેને લઈને બોર્ડે હવે નિર્ણય કર્યો છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ખેલાડીઓ પોતાની પત્નીઓને સાથી નહીં રાખે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -