ભારતીયો પાકિસ્તાની કેપ્ટનની વહારેઃ સરફરાઝના ખરાબ અંગ્રેજીની મજાક કરનારાંને આપ્યા કેવા જવાબ,જાણો
જોકે, અનેક ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ સરફરાઝના ખરાબ અંગ્રેજી છતાં તેના સારા પ્રદર્શન બદલ તેનું સમર્થન પણ કર્યું હતું. અનેક ભારતીયોએ ટ્વિટર પર ટ્વિટ કરીને સરફરાઝનું સમર્થન કર્યું હતું અને ખરાબ અંગ્રેજી બદલ સરફરાઝની મજાક ઉડાવનારા લોકોની ક્લાસ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓવલઃ ચેમ્પિયન ટ્રોફીમાં પ્રથમવાર ફાઇનલમાં પ્રવેશ મેળવીને પાકિસ્તાને સૌને ચોંકાવી દીધા છે. પાકિસ્તાને ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ સેમિફાઇનલમાં ઇગ્લેન્ડને આઠ વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે, આ અગાઉ શ્રીલંકા સામે ગ્રુપ બીની મેચમાં વિજય મેળવ્યા બાદ પાકિસ્તાનની જીત બાદ કેપ્ટન સરફરાઝ અહેમદ નારાજ જોવા મળ્યા હતા. વાસ્તવમાં જ્યારે સરફરાઝને વિજય બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જાણ થઇ કે તમામ પત્રકારો અંગ્રેજી જાણનારા છે તો તે નિરાશ થયો હતો.
પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટનના સમર્થનમાં ભારતીઓના ટ્વિટ વાંચીને અનેક પાકિસ્તાની ક્રિકેટ ચાહકો પણ ખુશ જોવા મળ્યા હતા. અનેક ભારતીયોએ સરફરાઝના શાનદાર વિકેટકિપિંગ અને બેટિંગની પ્રશંસા કરી હતી. ભારત અને પાકિસ્તાનમાં અંગ્રેજી બોલવાને પ્રતિષ્ઠા સાથે જોડીને જોવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ રમાશે. જેમાં જે કોઇ ટીમ જીતશે તે ફાઇનલમાં પાકિસ્તાન સામે ટકરાશે.
પાકિસ્તાની ટીમના કેપ્ટન સરફરાઝ અહેમદે ચેમ્પિયન ટ્રોફીમાં ટીમનું ગમે તેટલું સારુ નેતૃત્વ કર્યું હોય. તેણે વિકેટકીપર અને બેટ્સમેન તરીકે પણ સારુ પ્રદર્શન કર્યું હોય પરંતુ સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સે તેના ખરાબ અંગ્રેજીને લઇને ટ્રોલ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -