ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અધવચ્ચેથી ઘર ભેગો કરી દેવામાં આવેલો આ ભારતીય ક્રિકેટર રમશે કાઉન્ટી ક્રિકેટ, જાણો વિગત
મુરલી વિજયે 59 ટેસ્ટમાં 12 સદી અને 15 અડધી સદીની મદદથી 3933 રન બનાવ્યા છે. જ્યારે 17 વનડેમાં 339 અને 9 ટી20 મેચમાં 169 રન બનાવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ખરાબ ફોર્મના કારણે ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવેલા ઓપનર મુરલી વિજયે હવે કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો ફેંસલો કર્યો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ બે ટેસ્ટમાં વિજય નોંધપાત્ર દેખાવ કરી શક્યો નહોતો. જે બાદ તેને પ્રવાસની વચ્ચેથી જ અંતિમ બે ટેસ્ટ માટે બહાર કરી દેવામાં આવ્યો હતો.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટની 4 ઈનિંગમાં મુરલી વિજયે માત્ર 26 રન જ બનાવ્યા હતા. જેમાં તે લોર્ડ્સ બંને ઈનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. હાલ શિખર ધવન અને લોકેશ રાહુલ પણ ફોર્મમાં નથી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તે રેસમાં રહે માટે મુરલી વિજય કાઉન્ટી ક્રિકેટમાં રમશે.
એસેક્સ તરફથી રમવા અંગે મુરલી વિજયે કહ્યું, હું એક મહિના સુધી ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડમાં હતો અને મેં જોયું કે અહીં ડોમેસ્ટિક મેચ જોવા પણ અનેક દર્શકો આવે છે. હું એસેક્સ તરફથી રમવા ઉત્સાહિત છું અને આશા રાખું છું કે કેટલીક મેચ જીતીશું.
ચેન્નઈના 34 વર્ષીય ઓપનર મુરલી વિજયને એસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબે કરારબદ્ધ કર્યો છે. ઈંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપના ડિવિઝન એકના અંતિમત તબક્કામાં એસેક્સ માટે વિજય ત્રણ મેચ રમશે. બીસીસીઆઈ દ્વારા શનિવારે આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી.
વિજય 10 સપ્ટેમ્બરથી ટ્રેન્ટ બ્રિજમાં નોટિઘંમશરમાં શરૂ થતી ચાર દિવસીય મેચમાં રમશે. જે બાદ 18 સપ્ટેમ્બરથી વારેસ્ટરશર સામે ચેમ્સફોર્ડમાં ઘરેલુ મેદાન પર રમશે અને 24 સપ્ટેમ્બરથી ઓવલમાં સરે સામે ત્રીજી મેચ રમશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -