ભારતીય ક્રિકેટરો વિદેશ પ્રવાસમાં ગર્લફ્રેન્ડ્સ-પત્નિઓને સાથે રાખી શકશે કે નહીં ? બોર્ડે શું લીધો મોટો નિર્ણય ?
નવી દિલ્હીઃ તાજતેરમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ વિદેશ પ્રવાસ દરમિયાન પત્નિ કે ગર્લફ્રેન્ડને સાથે રાખવાની માંગ કરી હતી. જેના પર બોર્ડનું કામકાજ સંભાળનાર પ્રશાસકોની સમિતિ (CoA)એ કહ્યું છે કે આ અંગે હજુ સુધી કોઈ ફેંસલો લેવામાં આવ્યો નથી. અમારે હજુ વધારે સમય અને અભિપ્રાયની જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે સીઓએના મેમ્બર ડાયના ઈડુલજીએ સ્પષ્ટતા કરી કે, આ માત્ર અફવા છે. ડાયનાએ જણાવ્યું કે, “હાલ આ અંગે કોઇ ફેંસલો લેવામાં આવ્યો નથી. હજુ કેટલાક લોકોનો મત લેવાશે. જેમાં થોડો વધારે સમય લાગી શકે છે. તમામ પ્રકારના અહેવાલ માત્ર અફવા છે.”
ક્રિકેટરોને આવી છૂટ આપવા પાછળ CoAનો એવો તર્ક છે કે લાંબા વિદેશ પ્રવાસ દરમિયાન WAGsની હાજરીને કારણે ક્રિકેટરનું પ્રદર્શન સુધરે છે. આ માટે ખેલાડીઓનું શું કહેવું છે તે જાણવા માટે CoAએ કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી અને રોહિત શર્મા સાથે બેઠક કરી હતી.
વર્ષ 2015માં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ જેમ્સ સધરલેન્ડે આવો જ નિયમ બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમના સતત કથળતા પ્રદર્શન બાદ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વિદેશ પ્રવાસ દરમિયાન WAGsની હાજરીને કારણે ક્રિકેટરોનું પ્રદર્શન ખરાબ થઈ રહ્યું છે. આ તમામ ટીકાઓને અવગણીને જેમ્સ સધરલેન્ડે આ નિર્ણય લીધો હતો.
બુધવારે એવા અહેવાલ આવ્યા હતા કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ કેપ્ટન વિરાટ કોહલીની એ વાત સ્વીકારી લીધી છે, જેમાં તેણે ખેલાડીઓની પત્નિ અથવા ગર્લફ્રેન્ડ (WAGs)ને વિદેશી પ્રવાસ પર સાથે લઈ જવાની વાત કહી હતી. બોર્ડનું કામકાજ સંભાળનાર પ્રશાસકોની સમિતિ (CoA)એ ખેલાડીઓની પત્ની અથવા ગર્લફ્રેન્ડને વિદેશ પ્રવાસ પર સાથે રહેવાની માગને સ્વીકારી લીધી છે. જોકે એક શરત રાખવામાં આવી છે કે, પત્નિ અથવા ગર્લફ્રેન્ડ પ્રવાસ શરૂ થયાના 10 દિવસ બાદ ત્યાં પહોંચશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -