ભારત પાસે નંબર-1 બનવાનો મોકો, જાણો કેટલા અંતરથી હરાવવું પડશે ઇંગ્લેન્ડને
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા માટે 12 જુલાઇ-આજથી શરૂ થઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચોની વનડે સીરિઝ મહત્વપૂર્ણ બની ચૂકી છે. વિરાટ સેનાની પાસે આઇસીસીની વનડે ટીમ રેન્કિંગમાં ટૉપ પર પહોંચવાનો શાનદાર મોકો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા આ સમયે વનડે ટીમ રેન્કિંગમાં 122 પૉઇન્ટ સાથે બીજા નંબર પર છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ 126 પૉઇન્ટ સાથે ટૉપ પર યથાવત છે. આજે બન્ને વચ્ચે નૉટિંઘમમાં પહેલી વનડે રમાશે. જોકે, ભારત ઇંગ્લેન્ડને ટી20માં 2-1થી હાર આપી ચૂક્યુ છે.
આઇસીસી અનુસાર, ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 3-0 થી હરાવવું પડશે. વળી, ઇંગ્લેન્ડ આ જ અંતરથી જીત નોંધાવશે તો તે ટૉપ પર પોતાની સ્થિતિ મજબૂત કરી લેશે.
'વિરાટ બ્રિગેડ'ને વનડે રેન્કિંગમાં નંબર-1 બનવા માટે ઇંગ્લેન્ડની ત્રણ મેચોની સીરિઝમાં 3-0થી ક્લિન સ્વીપ કરવાની જરૂર છે. જો મેન ઇન બ્લૂ ઇંગ્લન્ડને તેના ઘરમાં જ ક્લિન સ્વીપ કરે છે તો આઇસીસી વનડે ટીમ રેન્કિંગમાં નંબર-1 બની જશે અને ઇંગ્લિશ ટીમનો ટૉપ પરથી નીચે પાડી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -