1998થી રમાતી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત દરેક ટુર્નામેન્ટમાં ક્યાં લગી પહોંચ્યું છે? જાણો રેકોર્ડ
2013 - સાતમી ચેમ્પિયન્સ ટ્રોફી ઇંગ્લેન્ડમાં રમાઈ હતી. જે ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીતી હતી. ભારતે ઇંગ્લેન્ડને ત્રણ વિકેટે માત આપી હતી. ગ્રુપ મેચમાં ભારતે પોતાની ત્રણેય મેચ જીતીને સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સેમીફાઈનલમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટા હરાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2009 - છઠ્ઠી ચેમ્પિયન્સ ટ્રોફી સાઉથ આફ્રિકામાં રમાઈ હતી જે સળંગ બીજી વખત ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી હતી. આ સતત ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી હતી જેમાં ભારત માત્ર ગ્રુપ મેચ સુધી જ રહ્યું હતું. આ સિરીઝમાં ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ હતી. ભારત પોતાની ત્રણ મેચમાંથી માત્ર એક મેચી જીતી શક્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાને પોતાની ત્રણ મેચમાંથી બે બે મેચ જીતીને સેમીફાઈલનમાં સ્થાન મેળવ્યું હતું.
2006 - પાંચમી ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં રમાઈ હતી જે ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવીને જીતી હતી. આ સીરીઝમાં પણ ભારતનું પ્રદર્શન કંગાળ રહ્યું હતું. બે ગ્રુપમાં રમવામાં આવેલ આ સીરીઝમાં ભારતે ગ્રુપ મેચથી જ સંતોષ માનવો પડ્યો હતો. ભારતના ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડની ટીમ હતી. ભારત પોતાના ત્રણ મેચમાંથી માત્ર એક મેચ જીતી શક્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ ત્રણમાંથી બે બે મેચ જીતીને સેમી ફાઈનલમાં પ્રવેશ્યા હતા.
2004 - ચોથી ચેમ્પિયન્સ ટ્રોફી ઇંગ્લેન્ડમાં રમાઈ હતી જે વેસ્ટઇન્ડીઝે ઇંગ્લેન્ડને હરાવીને જીતી હતી. આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું અને માત્ર ગ્રુપ મેચથી ભારતે પાછા ફરવું પડ્યું હતું. આ સીરીઝમાં ચાર ગ્રુપ હચા જેમાં ભારતના ગ્રુપમાં ભારત ઉપરાંત પાકિસ્તાન અને કેન્યાની ટીમ હતી. ભારત આ ગ્રુપમાં એક મેચ જીત્યું અને એક મેચ હાર્યું હતું. પાકિસ્તાને પોતાના બન્ને મેચ જીતીને સેમીફાઈલનમાં સ્થાન મેળવ્યું હતું.
2002 - ત્રીજી ચેમ્પિયન્સ ટ્રોફી શ્રીલંકામા રમાઈ હતી જે ભારતે જીતી હતી. જોકે ભારત અને શ્રીલંકા બન્ને ટીમ ફાઈનલમાં પહોંચી હતી અને વરસાદને કારણે મેચ ધોવાઈ ગઈ હતી. જેના કારણે ભારત અને શ્રીલંકા બન્ને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
2000 - બીજી ચેમ્પિયન્સ ટ્રોફી કેન્યામાં રમાઈ હતી જે ન્યૂઝીલેન્ડી જીતી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને હરાવીને આ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ફાઈલનમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા જ્યારે ન્યૂઝીલેન્ડે છ વિકેટ ગુમાવીને 265 રન બનાવ્યા હતા. આમ ચાર વિકેટે ન્યૂઝીલેન્ડે જીત મેળવી હતી.
1998 - પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફી બાંગ્લાદેશમાં રમાઈ હતી જે સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડીઝને હરાવીને જીતી હતી. આ પ્રથમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સેમી ફાઈનલમાં પહોંચ્યું હતું. સેમી ફાઈનલમાં ભારત વેસ્ટઇન્ડીઝ સામે હારી ગયું હતું. સેમી ફાઈનલમાં ભારતે 6 વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા હતા જેની સામે વેસ્ટ ઇન્ડીઝે 4 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી સેમિ ફાઇનલ આજે રમાશે. જીતનારી ટીમ ફાઈનલમાં રવિવારે પાકિસ્તાન સામે ટકરાશે. ભારત આ મેચ જીતવા માટે પ્રબળ દાવેદાર છે પરંતુ બાંગ્લાદેશ પણ ઉલટફેર કરવામાં માહેર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત પાંચમી વખત સેમી ફાઈનલમાં પહોંચ્યું છે. આજે અમે તમને અત્યાર સુધીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું કેવું પ્રદર્શન રહ્યું છે તે અહીં જણાવી રહ્યા છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -