ભારતીય મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, T-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકામાં મચાવી ડબલ ધમાલ
નવી દિલ્લી: કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા સામે સીરીઝની અંતિમ અને પાંચમી ટી-20માં ભારતીય મહિલાએ યજમાન ટીમને 54 રનથી હરાવી સીરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી છે. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે વનડે સીરીઝ 2-1થી જીત્યા બાદ હવે ટી-20 સીરીઝ 3-1થી જીતી ડબલ ધમાલ મચાવતા દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચી દીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ કેપ્ટન મિતાલી રાજે 62 અને જેમિમાહે 44 રન, અને કેપ્ટન હરમનપ્રીતે 27 રન બનાવ્યા હતા. મિતાલી રાજને પ્લેયર ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવી છે.
ભારતીય મહિલા ટીમના 167 રના લક્ષ્યાંકને ચેઝ કરતી યજમાન ટીમ 18 ઓવરોમાં 112 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શિખા પાંડે, રુમેલી ઘર અને રાજેશ્વરી ગાયકવાડે ત્રણ –ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતે સાઉથ આફ્રિકા સામે પહેલા ત્રણ મેચોની વનડે સીરીઝમાં 2-1થી જીત મેળવી હતી હવે ટી-20 સીરીઝ જીતી સાઉથ આફ્રિકાની ધરતી પર એકજ પ્રવાસે સતત બે બાઈલેટરલ સીરીઝ જીતીને ઈતિહાસ રચી દીધો છે. જણાવી દઈએ કે પહેલા આ સાઉથ આફ્રિકામાં ભારતીય ટીમ ક્યારેય આવું કારનામું કરી શકી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -