શાહિદ આફ્રિદીએ પકડ્યો શાનદાર કેચ, પ્રશંસા પર કહ્યું – હજુ તો હું જવાન છું
શાહિદે ટ્વિટના આપેલા જવાબનો સ્ક્રીનશોટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરાચી કિંગ્સ અને ક્વેટા ગ્લેડિએટર્સની આ મેચ દુબઇમાં રમાઈ હતી. આ મેચને કરાચીએ જીતી લીધી હતી. કરાચીએ પ્રથણ બેટિંગ કરતાં 150 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ક્વેટા ગ્લેડિએટર્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 130 રન જ બનાવી શકી હતી.
મેચની 13મી ઓવર દરમિયાન કરાચી કિંગ્સના બોલર મોહમ્મદ ઇરફાન દ્વારા નાંખવામાં આવેલા બોલને ક્વેટા ગ્લેડિએયર્સના બેટ્સમેન ઉમરે ઊંચો ફટકો માર્યો હતો. બોલ સિક્સ માટે બાઉન્ડ્રી પાર જઈ રહી હતી ત્યારે આફ્રિદીએ તેને પકડી લીધો પરંતુ બેલેન્સ ન રહેતું હોવાની જાણી બોલને બહાર હવામાં ઉછાળી દીધો. જે બાદ દોડીને કેચ પકડી લીધો.
37 વર્ષની ઉંમરે પણ આફ્રિદી આટલો ફિટ છે તે જોઈને લોકો ક્રિકેટ ચાહકો હેરાન છે. શાહિદના કેચની પ્રશંસા કરતા એક ટ્વિટના જવાબમાં શાહિદે પોસ્ટ કર્યું કે હજુ તો હું જવાન છું.
કરાચીઃ પાકિસ્તાન સુપર લીગ(પીએસએલ)માં શુક્રવારે કરાચી કિંગ્સ અને ક્વેટા ગ્લેડિએટર્સ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં કરાચી વતી રમી રહેલા સ્ટાર ખેલાડી શાહિદ આફ્રિદીએ શાનદાર કેચ પકડ્યો હતો. તેના આ કેચની સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -