વોશિંગ્ટન સુંદરે કારકિર્દીની પાંચમી જ મેચમાં કર્યું આવું કારનામું, તોડ્યો ગુજરાતીનો રેકોર્ડ
વોશિંગ્ટન સુંદર તેના પિતા સાથે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુંદરનો જન્મ 5 ઓક્ટોબર 1999ના રોજ થયો હતો. IPLમાં સુંદર તેની બોલિંગ દ્વારા દિગ્ગજ ક્રિકેટરોને આઉટ કરી ચૂક્યો છે.
મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ સુંદરની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, બાંગ્લાદેશે આ લક્ષ્યાંક હાંસલ કરવા મજબૂત શરૂઆતની જરૂર હતી પરંતુ સુંદરે આમ ન થવા દીધું. સુંદરનો સ્પેલ શાનદાર હતો. નવા બોલથી બોલિંગ કરવી આસાન હોતી નથી. સુંદરના કારનામાથી ખુશ થઈને રોહિત શર્માએ મેદના પર તેને અભિનંદન પણ આપ્યા હતા.
કોંલબોઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાના યુવા સ્પીનર વોશિંગ્ટન સુંદરે 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. જેના કારણે બાંગ્લાદેશનો 17 રનથી પરાજય થવાની સાથે જ ભારતીય ટીમે ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી દીધું છે. રોહિત શર્મા અને સુરેશ રૈનાએ બેટિંગમાં કમાલ કરી તો બોલિંગ સુંદરે ઇતિહાસ રચ્યો હતો.
વોશિંગ્ટન સુંદર આંતરરાષ્ટ્રીય ટી20માં સૌથી ઓછી ઉંમર 18 વર્ષે જ ત્રણ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. પહેલા આ રેકોર્ડ ગુજરાતના અક્ષર પટેલના નામે હતો. અક્ષર પટેલે 21 વર્ષની ઉંમરે 2015માં ઝિમ્બાબ્વે સામે ત્રણ વિકેટ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -