પ્રથમ ટેસ્ટમાં જ અડધી સદી ફટકારી હનુમા વિહારીએ બનાવ્યો ખાસ રેકોર્ડ, દ્રવિડ-ગાંગુલીની ક્લબમાં થયો સામેલ, જાણો વિગત
ઓવલઃ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પૈકીની અંતિમ ટેસ્ટમાં ભારત તરફથી હનુમા વિહારીએ ડેબ્યૂ કર્યું હતું. તે ભારત તરફથી ટેસ્ટ મેચ રમનારો 292મો ક્રિકેટર બન્યો હતો. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેને ટેસ્ટ કેપ આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે બાદ રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ વર્ષ 1996માં તેમની ડેબ્યૂ ટેસ્ટ દરમિયાન લોર્ડ્સમાં જ અડધી સદી ફટકારી હતી.
હનુમા વિહારી ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ ડેબ્યૂમાં 50 કે તેથી વધુ રનની ઈનિંગ રમનારો ચોથો ભારતીય ક્રિકેટર બની ગયો છે. ભારત તરફથી આવી સિદ્ધિ સૌપ્રથમ રુસી મોદીએ મેળવી હતી. તેમણે 1946માં લોર્ડ્સ ટેસ્ટમાં આવું કારનામું કર્યું હતું.
ઈંગ્લેન્ડના 332 રનના સ્કોરનો પીછો કરતી વખતે ભારતીય ટીમે જ્યારે 160 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે વિહારીએ જાડેજા સાથે મહત્વપૂર્ણ 77 રનની ભાગીદારી કરી. આ દરમિયાન તેણે ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારી હતી. જેની સાથે તેણે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો. હનુમા વિહારી 56 રન બનાવી મોઈન અલીની ઓવરમાં આઉટ થયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -