Ind v Eng: પિચ અને મેદાન જોઈ ડરી ગયા ભારતીય ખેલાડીઓ, ઘટાડી દીધો પ્રેક્ટિસ મેચનો એક દિવસ
પ્રેક્ટિસ સેશન પૂરું થયા બાદ મેદાન કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટની તમામ માંગ સ્વીકારી લેવામાં આવી છે. તેણે એમ પણ કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટની માંગ સ્વીકારવા અમે જરૂરથી વધારે સમજૂતી કરી છે. જે નિરાશાનજક છે. કારણકે અમે ચોથા દિવસની ટિકિટ પણ વેચી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપિચ પર જરૂર કરતાં વધારે ઘાસ અને આઉટફિલ્ડમાં ઓછા ઘાસના મુદ્દે ભારતીય કોચ રવિ શાસ્ત્રી સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી હતી. આઉટફિલ્ડમાં ઓછું ઘાસ હોવાના કારણે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ શકે છે. ઈંગ્લેન્ડમાં હાલ ઉનાળો છે અને ટેસ્ટ સીરિઝ દરમિયાન આવી ઘાસવાળી પિચ મળવાની સંભાવના ઘણી ઓછી છે.
ટીમના સહાયક કોચ સંજય બાંગર અને બોલિંગ કોચ ભરત અરૂણ પણ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ મેદાન કર્મચારીઓ સાથે વાત કરતાં જોવા મળ્યા હતા. આ મેચને ફર્સ્ટ ક્લાસમેચનો દરજજો મળ્યો ન હોવાથી ભારતીય ટીમ તમામ ખેલાડીઓને અજમાવશે.
લંડનઃ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા પિચ અને આઉટફિલ્ડની ખરાબ સ્થિતિથી નારાજ ભારતીય ટીમે એસેક્સ કાઉન્ટી ટીમ સામે ચાર દિવસની પ્રેક્ટિસ મેચને ત્રણ દિવસની કરી દીધી છે. ભારતીય ટીમે આ ફેંસલો પ્રેક્ટિસ સેશન બાદ પિચની સ્થિતિ જોઈને લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -