IPL-11: હૈદ્રાબાદે રોક્યો પંજાબનો વિજય રથ, 13 રને મેળવી જીત
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSRHની નબળી બેટિંગ છતાં તે સન્માનજનક સ્કોર કરવા ભણી આગળ વધી શક્યું હોય તો તેનો સઘળો શ્રેય KXIPની નબળી ફિલ્ડંગને આપવો પડે. SRHની ઈનિંગ 19મી ઓવરના અંતે પહોંચી ત્યાં સુધીમાં તેણે 4 વિકેટે 122 રન ફટકાર્યા હતા. પરંતુ ત્યાંસુધીમાં તો KXIPના ફિલ્ડરો 4 સૌથી સહેલા કેચ છોડી ચૂક્યા હતા.
અંકિત રાજપૂતે તેની ટી20 કરિયરમાં પહેલીવાર ઝડપેલી ઈનિંગમાં 5 વિકેટને પગલે KXIP ગુરુવારે યજમાન SRHને 20 ઓવરમાં ફક્ત 132 રનના સ્કોરે સિમિત્ત રાખવામાં સફળ રહ્યું હતું. SRH વતી એકમાત્ર મનિષ પાંડેએ 51 બોલમાં 54 રન ફટકાર્યા હતા. જ્યારે શાકિબ (28) અને યુસુફ (21) સિવાય અન્ય કોઈ બેટ્સમેન 20નો સ્કોર પણ પાર કરી શક્યું નહોતું.
એક સમયે એવું લાગતું હતું કે મયંક અગરવાલ અને કરુણ નાયર બાજી ખેંચી જશે અને KXIP આસાનીથી મેચ જીતી જશે ત્યાં જ અગરવાલ શાકિબની ઓવરમાં એક અત્યંત જોખમી અને બેજવાબદાર શોટ ફટકારીને લોંગ ઓન પર પાંડેના હાથે ઝિલાઈ ગયો હતો.
લો-સ્કોરિંગ મેચમાં SRHના બોલર્સે પણ શાનદાર પરફોર્મ કરતા KXIPની 5 વિકેટ 88 રનમાં પાડી દીધી હતી. KXIPના બેટ્સમેન રીતસર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.
SRHની ટીમે 133 રનનો ટાર્ગેટ આપ્યો અને ગેઈલ તથા રાહુલે 1લી વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી ત્યારે KXIP આસાનીથી જીતી જશે. પરંતુ SRHની ટીમે જોરદાર બોલિંગ પરફોર્મન્સ કરતા KXIPની 97 રનમાં 7 વિકેટ પડી ગઈ હતી. 92 રનના સ્કોરે મનિષ પાંડે અને 97 રનના સ્કોરે એન્ડ્ર્યુ ટાઈ આઉટ થયા હતા. અશ્વિન પણ આઉટ થઈ જતાં KXIPની 9 વિકેટ પડી ગઈ હતી.
નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદ્રાબાદે કિંગ્સ ઈલેવન પંજાબને આપીઈલ સીઝન 11ના 25માં મેચમાં 13 રને હાર આપીછે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલ સનરાઈઝર્સ હૈદ્રાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા અને કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 133 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબનીટીમે 19.2 ઓવરમાં 119 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -