મુંબઈ ઈન્ડિયન્સ માટે સતત પ્રાર્થના કરતાં અને ટીમ માટે 'લકી ચાર્મ' આ 'નાની' છે કોણ? જાણો તેમના વિશે
સિદ્ધાર્થ લખે છે કે, હું ખૂબ જ મુંઝવણ અનુભવું છું. મુંબઈની જીતનું કારણ શું હતું. ટીમ કે આન્ટી? પ્રોફેસર જ્ઞાનચો લખે છે, આ છે મેચનો ટર્નિંગ પોઈન્ટ. આમ્યા પાટિલ લખે છે, મુંબઈએ આન્ટીનો આભાર માનવો જોઈએ. એક અન્ય યૂઝર લખે છે, આન્ટી જી આવતીકાલે મારી પરીક્ષા છે તો મારા માટે પણ પ્રાર્થના કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી બાજુ ટ્વિટર યૂઝર્સ મુંબઈ ઇન્ડિયન્સની જીતનો જશ એ જ વૃદ્ધ મહિલાની પ્રાર્થનાઓને આપતા રહ્યા. યૂઝર આસ્તિક લખે છે કે, વૃદ્ધ મહિલાના કારણે જ મુંબઈ ઇન્ડિયન્સની જીતી ગઈ. પ્રતિક સિંહ લખે છે, પ્રાર્થના કરનાર આન્ટીની પ્રાર્થનાનો જવાબ. મુંબઈના તમામ ધુરંધર ઓફ થઈ ગયા. સંયમ જૈન લખે છે કે, આન્ટીએ બચાવી લીધી મુંબઈ ઇન્ડિયન્સને.
જણાવીએ કે, મુંબઈ અને પુણેની વચ્ચે રમાયેલ ફાઈનલ મેચ દરમિયાન નીતા અંબાણીના માતા પૂર્ણિમા દલાલ પણ પહોંચ્યા હતા. મેચ દરમિયાન પૂર્ણિમા દલાલ ઉંચાઈ પર બેઠેલ હતા જેના કારણે તે મેદાન પર કોઈને નજર આવતા ન હતા. જોકે સોશિયલ મીડિયા સાઈટ્સ પર તેમની તસવીર સામે આવ્યા બાદ દરેકને તેના વિશે જાણવામાં રસ હતો.
મેચ દરમિયાન દરેક બોલે સીટ પર ઉભા થઈને પ્રશંસક પોતાની ટીમની જીતવા માટે પ્રાર્થના કરતા હતા. જ્યારે મેચ દરમિયાન એક વૃદ્ધ મહિલા અન્ય કારણોસર જ ચર્ચાનો વિષય બની ગઈ છે. સામે આવેલ તસવીરમાં વૃદ્ધ મહિલા પોતાની ટીમ (મુંબઈ ઇન્ડિયન્સ) માટે પ્રાર્થના કરતા નજર આવે છે. આ દરમિયાન મહિલા પોતાની આંખ બંધ કરીને હાથ જોડાયેલા રાખ્યા હતા.
જ્યારે સોશિયલ ટ્વિટર પર અડધા દિવસ સુધી આ સવાલ ટોપ ટ્રન્ડિંગમાં રહ્યો કે મેદાન પર ટીમ માટે પ્રાર્થના કરનાર વૃદ્ધ મહિલા કોણ હતી. જોકે આ વાતનો ખુલાસ અભિષેક બચ્ચને ટ્વિટર પર કર્યો હતો. તસવીરમાં નજર આવનાર વૃદ્ધિ મહિલા બીજુ કોઈ નહીં પરંતુ નીતા અંબાણીની માતા છે. નીતા અંબાણીની માતાનું નામ પુર્ણિમાબેન દલાલ છે. તેમને નાની તરીકે ઓળખવામાં આવે છે. અભિષેકે ટ્વિટર પર લખ્યું કે, જેના વિશે બધા જાણવા માગે છે તે નીતા અંબાણીની માતા છે. લક્કી ચાર્મ માં.
વૃદ્ધ મહિલાની આ જ પ્રાર્થના અને ટીમની જીતને લઈને ટ્વિટર યૂઝર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક ટ્વિટર યૂઝર્સને લખ્યું, જો રોહિત શર્માને આટલી શાનદાર જીત મળી ચે તો આ બધુ આ વૃદ્ધ મહિલાની પ્રાર્થનાઓની અસર છે.
મુંબઈઃ 21મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને રાઈઝિંગ પુણે સુપરજાયન્ટની વચ્ચે આઈપીએલ-10નો ફાઈનલ મેચ રમાઈ ગયો. જોરદાર જામેલી આ મેચ દરમિયાન હજારો દર્શકો ઉત્સુકતામાં પોતાની સીટ પર ઉભા થઈ ગયા હતા. ફાઈનલ મેચ જીત્યા બાદ મુંબઈ ઇન્ડિયનસ આઈપીએલના ત્રણ ખિતાબ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -