ટીમના ખરાબ પ્રદર્શન માટે વિરાટ કોહલીએ માગી માફી
વેસ્ટ ઇન્ડીઝના સુનીલ નારાયણે આઈપીએલ ઈતિહાસમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારી. તેણે માત્ર 15 બોલમાં હાશ સેન્ચુરી મારી હતી. તે 17 બોલમાં 54 રન બનાવીને આઉટ થયા હતા. બેંગલોર તેનો અંતિમ મેચ રવિવારે દિલ્લી ડેરડેવિલ્સ વિરૂદ્ધ ફિરોઝશાહ કોટલા મેદાનમાં રમશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીએ ટ્વિટ કરીને કહ્યું કે, આરસીબીના પ્રશંસકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માનું છું. તેમણે કહ્યું કે, તે પોતાના સ્તર પ્રમાણે પ્રદર્શન ન કરી શક્યા અને તે તનેા માટે માફી માગે છે. રવિવારે કોલકાતના સુનીલ નારાયણ અને ક્રિસ લિને તાબડતોડ બેટિંગ કરી. આ બન્નેએ 6 ઓવરના પાવરપ્લેમાં રેકોર્ડ 105 રનની ભાગીદારી નોંધાવી. કોલકાતાએ 159 રનના ટાર્ગેટને ચાર વિકેટના નુકસાન પર 29 બોલ બાકી હતા ત્યારે જ મેળવી લીધો હતો.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની દસમાં સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું ખરાબ પ્રદર્શન જારી છે. રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સે આરસીબીને સરળતાથી છ વિકેટે હરાવ્યું. બેંગલોરની ટીમ 13 મેચમાં માત્ર બે મેચ જ જીતી શક્યું છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર રમવામાં આવેલ મેચમાં ગૌતમ ગંભરીની ટીમે બેંગલોરને તેના અંતિમ ઘરેલુ મેચમાં હરાવી. વિરાટ કોહલીએ પોતાની ટીમના આ પ્રદર્શનથી ખૂબ જ નિરાશ છે અને તેણે પોતાના ફેન્સની માફી માગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -