IPL 2018: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી ઇજાના કારણે થયો બહાર
મુંબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ સામે પ્રથમ મેચમાં હારનો સામનો કરી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સને આગામી મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમના સૌથી મહત્વના બોલર માનવામાં આવી રહેલો પેટ કમિન્સ કમરની ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકમિન્સ અત્યાર સુધીમાં ટી-20 ક્રિકેટમાં કુલ 18 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 23 વિકેટ લીધી છે. કમિન્સની ખોટ મુંબઈને આગામી મેચમાં ખતરામાં નાંખી શકે છે.
પેટ કમિન્સ હાલ શ્રેષ્ઠ ફોર્મમાં હતો. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ સીરિઝ અને ન્યૂઝીલેન્ડ સામે ત્રિકોણીય શ્રેણીમાં કમિન્સે તેની બોલિંગથી ઘણા પ્રભાવિત કર્યા હતા. પેટ કમિન્સ ગત વર્ષે દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી ચૂક્યો છે.
કમિન્સ પીઠ દર્દના કારણે ચેન્નઈ સામેની પ્રથમ મેચ પણ નહોતો રમી શક્યો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સને તે જલદી સ્વસ્થ થઈ જાય તેવી આશા હતી. કમિન્સની ખોટ પૂરી કરવા મુંબઈએ જલ્દી બીજો નવો બોલર શોધવો પડશે.
ચેન્નઇ સુપર કિંગ્સનો બેટ્સમેન કેદાર જાધવ પણ માંસપેશી ખેંચાઈ જવાના કારણે આઈપીએલની સીઝન 11માંથી બહાર થઈ ગયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -