ક્વૉલિફાયર-2: IPL ફાઇનલની ટિકીટ પાક્કી કરવા હૈદરાબાદ અને કોલકત્તા વચ્ચે જંગ
નવી દિલ્હીઃ આઇપીએલની બીજી ક્વૉલિફાયરમાં આજે ઇડન ગાર્ડન્સમાં કોલકત્તા નાઇટરાઇડર્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ મુકાબલો જીતીને કોલકત્તાની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં જગ્યા બનાવવાની કોશિશ કરશે, તો વળી સનરાઇઝર્સ હૈદરાબાદની ઇચ્છા બીજીવાર ફાઇનલનો તાજ મેળવવાની હશે. જે પણ ટીમ શુક્રવારે જીતશે તે રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં રમાનારા ખિતાબી મુકાલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ સામે ટકરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોલકત્તા અને હૈદરાબાદની મેચનો ટૉસ સાંજે 6.30 વાગે થશે અને મેચનું જીવંત પ્રસારણ સાંજે 7 વાગ્યાથી કરવામાં આવશે. મેચ કોલકત્તાના ઇડન ગાર્ડન્સ મેદાનમાં રમાશે.
સનરાઇઝર્સ હૈદરાબાદઃ શિખર ધવન, શ્રીવસ્ત ગોસ્વામી, કેન વિલિયમસન (કેપ્ટન), મનિષ પાંડે, શાકિબ અલ હસન, કાર્લોસ બ્રેથવેટ, યુસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, સંદિપ શર્મા.
કોલકત્તા નાઇટરાઇડર્સઃ ક્રિસ લિન, સુનીલ નરેન, રોબિન ઉથપ્પા, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક (કેપ્ટન) નીતિશ રાણા, શુભમન ગીલ, જાવોન સીર્લ્સ, પ્રસિદ્ધ કૃષ્ણા, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ.
કોલકત્તા 2012, 2014 અને હૈદરાબાદ 2016 માં આઇપીએલ ચેમ્પિયન બની ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ચેન્નાઇએ હૈદરાબાદ અને એલિમિનેટર મુકાબલામાં કોલકત્તાએ રાજસ્થાનને માત ચૂકી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -