IPL 2018: આ અંગ્રેજ ક્રિકેટરે કરી કોહલીના રેકોર્ડની બરાબરી, હવે માત્ર સેહવાગ જ છે આગળ, જાણો વિગત
ટી-20 ક્રિકેટમાં સતત પાંચ અડધી સદી ફટકારવાનું કારનામું વિશ્વના માત્ર 3 બેટ્સમેનો જ કરી શક્યા છે. વીરેન્દ્ર સેહવાગ ઉપરાંત ઝિમ્બાબ્વેનો હેમિલ્ટન મસાક્ઝા 2012માં તથા પાકિસ્તાનનો કામરાન અકમલ 2017માં આ કારનામું કરી ચૂક્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપીએલમાં સૌથી વધારે અડધી સદી ફટકારવાનો રેકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે 2012માં દિલ્હી વતી રમતા સતત 5 મેચમાં અડધી સદી ફટકારી હતી. સહેવાગે તે સીઝનમાં 16 મેચમાં 495 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી 2016માં સતત 4 હાફ સેન્ચુરી ફટકારી હતી. તેણે તે સીઝનમાં કુલ 16 મેચમાં 973 રન બનાવ્યા હતા. જેમાં 4 સદી અને 7 અડધી સદી સામેલ હતી.
બટલરની ચાલુ સીઝનમાં સતત ચોથી મેચમાં અડધી સદી હતી. આ મેચ પહેલા તે દિલ્હી ડેરડેવિલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે 2 અડધી સદી ફટકારી ચુક્યો છે. તેની સાથે જ તેણે આઈપીએલમાં સતત સૌથી વધારે હાફ સેન્ચુરી લગાવવાના મામલે વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે.
જયપુરઃ આઈપીએલ-11ના 43માં મુકાબાલમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હાર આપી હતી. ચેન્નાઈએ પ્રથમ બેટિંગ કરીને 4 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમે 6 વિકેટ પર 177 રન બનાવીને જીત મેળવી હતી. આ મેચનો હીરો અણનમ 95 રનની ઈનિંગ રમનારો જોસ બટલર હતો. આ સાથે જ બટલરે એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -