IPL: હાર બાદ આ ભૂલને કારણે વિરાટ કોહલીએ ભરવો પડશે 12 લાખ રૂપિયાનો દંડ
આઈપીએલે આ અંગે જણાવ્યું કે, “આઈપીએલની આચારસંહિતાના સંદર્ભમાં ધીમી ઓવર ગતિનો આ સત્રનો તેમની ટીમ પર પહેલો દંડ થયો છે. જેના માટે કોહલીને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.”
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટ કોહલીના બોલર્સે સખત મહેનત કર્યા પણ કોઈ બોલર અંબાયતી રાયડુ અને એમએસ ધોનીને રોકવામાં સફળ ન થયા. બોલરોની ધોલાઈ દરમિયાન ઓવરોની ગતિ એટલી ધીમી થઈ ગઈ કે આઈપીએલ દ્વારા RCB કેપ્ટન વિરાટ કોહલીને 12 લાખનો દંડ ફટકારી દીધો.
યજમાન ટીમે પહેલા બેટિંગ કરીને આઠ વિકેટે 205 રનનો સ્કોર બનાવ્યો હતો, પણ CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની 34 બોલમાં 70 રનની તોફાની બેટિંગ સામે RCBએ મેચ ગુમાવવી પડી, CSK એ આ જંગી સ્કોરને મેચના બે બોલ બાકી હતા અને પૂરો કરી લીધો.
નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ બુધવારે રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ વિકેટે હાર આપી હતી. જ્યારે આ હાર બાદ આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી માટે એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. વિરાટ કોહલીએ મેચમાં એક મોટી ભૂલ કરી જેના બદલ કોહલીને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -