હૈદ્રાબાદી બિરિયાની જોઈ તૂટી પડી કોહલી અને કંપની, સાથી ખેલાડીના ઘરે જામી મહેફિલ
ઉલ્લેખનીય છે કે, સોમવારે RCBને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ રમવાની છે. આ ટૂર્નામેન્ટ RCBનો દેખાવ સરેરાશથી પણ ઓછો રહ્યો છે. તેણે અત્યાર સુધી 9 મેચોમાંથી 3 મેચોમાં જ જીત મેળવી છે. પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે રહેલી કોહલીની ટીમ હવે સતત જીત મેળવીને પ્લેઑફમાં પહોંચવાના પૂરતા પ્રયત્નો કરવા માગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખેલાડીઓ બિરયાનીની મજા માણે છે તનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં વિરાટ ખેલાડીઓ સાથે નીચે જમીન પર ગાદલાં પર બેઠો છે. બધા ખેલાડીઓના હાથમાં પ્લેટ્સ છે. ગપગોળા કરતા-કરતા ડિનર સેશન ઘણું લાંબુ ચાલ્યું. રિપોર્ટ્સ અનુસાર ખેલાડીઓ અહીં બેસીને મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પણ જોઈ. જણાવી દઈએ મોહમ્મદ સિરાજ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેના પિતા ઑટો રિક્શા ચલાવે છે. સિરાજને RCBએ એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વિરાટ કોહલી સહિત RCBના પ્લેયર અચાનક મોહમ્મદ સિરાજના ઘરે પહોચ્યા હતા. કોહલી સહિત આખી ટીમે હૈદરાબાદી બિરિયાનીની મજા માણી હતી. આરસીબીના પ્લેયર પ્રેક્ટિસ પૂર્ણ કર્યા બાદ મોહમ્મદ સિરાજના ઘરે પહોચ્યા હતા. જ્યાં તેમને 2 કલાક જેટલો સમય વિતાવ્યો હતો. અહીં ખેલાડીઓને ગોશ્ત, કોરમા, ડબલ મીઠા, બિરિયાની સહિત કેટલીક હૈદરાબાદી આઇટમ પરોસવામાં આવી હતી. આ દરમિયાન વિરાટ કોહલી રિલેક્સ દેખાતો હતો.
હૈદરાબાદ: વિરાટ કોહલી સહિત IPL 2018ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના પ્લેયર સાથી ખેલાડી મોહમ્મદ સિરાજના ઘરે પહોચ્યા હતા. RCBના પ્લેયરે સિરાજના ઘરે ડિનર કર્યુ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -