મેચ હાર્યા બાદ રાહુલને મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોઈ ચોંકી ગયા લોકો, જાણો શું હતું કારણ
કિંગ્સ ઇલેવની પંજાબની જર્સીમાં હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં લોકેશ રાહુલ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે બુધવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ત્રણ રને જીત થઈ હતી. રાહુલ 19મી ઓવર સુધી મેદાન પર ઉભો રહ્યો અને 94 રનની ઇનિંગ રમી આઉટ થયો. રાહુલ આઉટ થતાં જ મુંબઈ ઈન્ડિયન્સે મેચમાં વાપસી કરી અને છેલ્લી ઓવરમાં પંજાબને 17 રન ન બનાવવા દીધા.
રાહુલ અને હાર્દિકની આ તસવીરો અને વીડિયો હાલ વાયરલ થઈ રહી છે. વીડિયો અને તસવીરો જોઈ ફેન બંનેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમાં અનેક ખેલાડી ખેલભાવનાનો શાનદાર પરિચય આપી ચુક્યા છે. પરંતુ બુધવારે રાતે કિંગ્સ ઈલેવન પંજાબના લોકેશ રાહુલ અને મુંબઈ ઈન્ડિયન્સના હાર્દિક પંડ્યાએ જે કંઈ કર્યું તેની કોઈએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય. કારણકે આ પ્રકારનું દ્રશ્ય સામાન્ય રીતે ફૂટબોલની મેચમાં જોવા મળતું હોય છે.
મેચ બાદ હાર્દિક અને રાહુલે તેમની જર્સી ઉતારી અને મેદાન પર જ બદલીને પહેરી લીધી. એટલે કે રાહુલે મુંબઈ ઈન્ડિયન્સની અને હાર્દિકે કિંગ્સ ઇલેવન પંજાબની જર્સી પહેરી.
રાહુલે કહ્યું કે, ‘આપણે ઘણી વખત આં ફૂટબોલમાં થતું જોયું છે. અમે બંને સારા મિત્રો છીએ અને અમે આ ટ્રેડિશન ક્રિકેટમાં પણ લાવવા માંગીએ છીએ. મેં અને હાર્દિકે આ અંગે પહેલા કોઇ વાત પણ નહોતી કરી પરંતુ મેચ બાદ હાર્દિક મારી જર્સી ઈચ્છતો હતો. જે બાદ અમે બંનેએ એક-બીજાની જર્સી એક્સચેન્જ કરી.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -