નવી દિલ્હીઃ આઈપીએલ 2019માં પંજાબની ટીમના ખેલાડી એન્ડ્ર્યૂ ટાયે મોટી જાહેરાત કરી છે. તેણે કહ્યું કે, જો તેની ટીમ આ વર્ષે ખિતાબ જીતશે તો તે જૂતામાં દારૂ પીશે. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં સફળતા મેળવવા પર જૂતામાં શેમ્પેન પીવાનો રિવાજ છે. જે અનુસાર શેમ્પેન જમણા જૂતામાં નાંખીને પીવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખતા ટાયે આ જાહેરાત કરી છે.



કિંગ્સ ઇલેવન પંજાબની વેબસાઇટને ટાયે જણાવ્યું હતું કે હું તે (જૂતામાં દારૂ) વિશે વિચાર કરશે. બની શકે કે જો આપણે આઇપીએલમાં જીતી જઈએ તો આમ કરીશ. જૂતામાં દારુ પીવાની પરંપરા મેડ હ્યુજ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં શેમ્પેઈનને જમણા પગના જૂતામાં નાખવામાં આવે છે અને પછી આખી પી લેવામાં આવે છે.



ટાયે આગળ જણાવ્યું હતું કે હું ફોર્મ્યુલા વનનો પ્રશંસક છું, જ્યારે નાનો હતો ત્યારે મારા પિતા અને હું સાથે બેસીને કાર રેસિંગ જોતા હતા. આ પછી ડેનિયલ રિકિયાર્ડો આવ્યો. તે પણ પર્થથી હતો અને હું પણ પર્થથી છું. ટાયે ગત આઈપીએલમાં સૌથી વધારે વિકેટો ઝડપી હતી.