IPL Auction: યુવરાજને બીજા રાઉન્ડમાં મળ્યો ખરીદદાર, જાણો કોણે કેટલામાં ખરીદ્યો ?
આઈપીએલ 2019 માટે હરાજીમાં 351 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. જેમાં 228 ભારતીય અને 123 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જયદેવ ઉનડકટને 8.40 કરોડ રૂપિયામાં રાજસ્થાન રોયલ્સે કરારબદ્ધ કર્યો છે. જ્યારે માત્ર 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝ ધરાવતા વરુણ ચક્રવર્તીને પણ પંજાબની ટીમે 8.40 કરોડ રૂપિયા ખર્ચી ટીમમાં સામેલ કર્યો છે. મોહમ્મદ શમી 4 કરોડ 80 લાખમાં કિંગ્સ ઇલેવન પંજાબે ખરીદ્યો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબે વખત વર્લ્ડકપ વિજેતા ટીમના ખેલાડી રહી ચુકેલા યુવરાજ સિંહનું કેરિયર ખતમ થઈ ગયું છે. ત્રણ વર્ષ પહેલા 2015માં યુવરાજ સિંહને આઈપીએલ હરાજીમાં 16 કરોડ રૂપિયામાં ખરીદાયો હતો. જ્યારે 2018માં પંજાબે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આઈપીએલ હરાજીના પ્રથમ રાઉન્ડમાં યુવરાજને કોઈએ ખરીદ્યો નહતો. બાદમાં બીજા વખત ફરી અનસોલ્ડ રહેલા પ્લેયર્સની બોલી લાગી હતી જેમાં મુંબઈએ યુવીને તેની બેઝ પ્રાઇઝ એક કરોડમાં જ ખરીદ્યો છે. યુવરાજસિંહે હરાજીના થોડા દિવસો પહેલા બેઝ પ્રાઈઝ ઘટાડીને એક કરોડ કરી હતી. ગત સીઝનમાં યુવીની બેઝ પ્રાઈઝ 2 કરોડ હતી. ગત સીઝનમાં યુવરાજ કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમ્યો હતો. પરંતુ ફ્રેન્ચાઇજીએ તેને આ સીઝન માટે રિટેન કર્યો નથી.
જયપુર: આઈપીએલ ની 12મી સીઝન માટે મંગળવારે ખેલાડીઓની હરાજી થઈ રહી છે. જેમાં કેટલાક દિગ્ગજ ખેલાડીઓને ખરીદદાર મળ્યા નથી. એક સમયે પોતાની શાનદાર બેટિંગના કારણે ફ્રેચાઇજીઓની યાદીમાં સૌથી ટોચ પર રહેનાર ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહને આ હરાજીમાં પ્રથમ રાઉન્ડમાં કોઈએજ ખરીદ્યો નહતો. જો કે બાદમાં બીજી વખત બોલી લાગતા મુંબઈ ઇન્ડિયન્સને તેની બેઝ પ્રાઇઝમાં જ ખરીદી સંજીવની આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -