IPL-2019 માટે કેટલા ખેલાડીઓ માટે લાગશે બોલી, કેટલા છે ભારતીયો, કયા ખેલાડીઓની છે સૌથી વધુ કિંમત, જાણો વિગતે
છેલ્લે એડ કરવામાં આવેલા નામમાં ઇંગ્લેન્ડનો ઇયાન મોર્ગન, ઓસ્ટ્રેલિયાનો રિલી મેરેડિથી અને બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ મયંક અગ્રવાલ અને પ્રણવ ગુપ્તાનું નામ સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, આઇપીએલની સિઝન 12 માટે કુલ 1003 ખેલાડીઓએ ઓક્શન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કારવ્યુ હતું, જેમાંથી 346 ખેલાડીઓ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં ચાર ખેલાડીઓના નામ છેલ્લે જોડવામાં આવતા ખેલાડીઓની સંખ્યા વધીને કુલ 350 થઇ ગઇ હતી.
નવી દિલ્હીઃ આજે બપોરે 2.30 કલાકથી રાજસ્થાનના જપયુરમાં હરાજી થશે, કુલ 8 ફ્રેન્ચાઇઝીઓ IPLની 12 સિઝન માટે હરાજીમાં ભાગ લેશે. ઉલ્લેનીય છે કે આગામી વિશ્વકપને ધ્યાનમાં રાખીને દિગ્ગજ ખેલાડીઓને આરામ અપાઇ શકે છે.
બે કરોડના બેઝ પ્રાઇઝ લિસ્ટમાં બ્રેન્ડન મેક્કુલમ, ક્રિસ વોક્સ, લસિથ મલિંગા, શોન માર્શ, સેમ કરન, કોલિન ઇન્ગ્રામ, કોરી એન્ડરસન, એન્જેલો મેથ્યૂઝ અને ડાર્સી શોર્ટ સામેલ છે.
આ ઓક્શનમાં સૌથી ઉંચી કિંમતના ખેલાડીઓ 2 કરોડની બેઝ પ્રાઇસ સાથેના છે. આ લિસ્ટમાં કુલ 10 ખેલાડીઓ સામેલ થયા છે, પણ એકપણ ભારતીય ખેલાડી નથી.
માહિતી પ્રમાણે, કુલ 8 ફ્રેન્ચાઇઝીઓ 350 ખેલાડીઓ માટે જયપુરમાં બોલી લગાવશે, જેમાં 228 ખેલાડીઓ ઇન્ડિયન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -