ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ગત ચેમ્પિયન ચેન્નઇ સુપરકિંગ્સને મોટો ફટકો લાગ્યો છે. દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર અને ચેન્નઇ સુપર કિંગ્સનો સભ્ય લુંગી એનગિડી શ્રીલંકા સામે વન ડે શ્રેણી દરમિયાન કમરથી નીચેના ભાગમાં માંસપેશી ખેંચાઈ જવાના કારણે ટુર્નામેન્ટમાં નહીં રમી શકે.
દક્ષિણ આફ્રિકાના ટીમ મેનેજર મોહમ્મદ મુસાજીએ કહ્યું કે, એનગિડીને શ્રીલંકા સામેની અંતિમ વન ડેમાં બોલિંગ કરતી વખતે પરેશાની થઈ હતી અને તે તાત્કાલિક બોલિંગમાંથી ખસી ગયો હતો. સ્કેનમાં માંસપેશીના ખેંચાઇ જવાના ગ્રેડ 2 નો ખુલાસો થયો છે. આ માટે તેને ચાર સપ્તાહ સુધી આરામની જરૂર પડશે. જે બાદ વર્લ્ડકપ સુધી રિહેબિલિટેશન કાર્યક્રમ ચાલશે.
આમ આઇપીએલની શરૂઆત પહેલા જ ધોની અને ચેન્નઇ સુપરકિંગ્સની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ છે IPLમાં સૌથી વધારે 0 પર આઉટ થનારા બેટ્સમેન, ટોપ-5માં બધા ભારતીયો....