નવી દિલ્હીઃ વર્લ્ડકપ ટીમમાં પસંદ ન કરવામાં આવેલા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે સોમવારે સાંજે રાજસ્થાન રોયલ્સ સામે વિસ્ફોટક બેટિંગ કરીને દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી જીત અપાવી હતી. મેચ બાદ તેણે કહ્યું કે, ખૂબ સારૂ લાગી રહ્યું છે. ટીમની જીતમાં યોગદાન આપવું સારું લાગે છે. હું ખોટું નહીં બોલુ, પરંતુ વર્લ્ડકપ ટીમમાં મારો કેમ સમાવેશ ન કરવામાં આવ્યો તે વાત દિમાગમાં ચાલતી હતી.

તેણે કહ્યું, મેં મારી રમત પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને તેનો ફાયદો મળ્યો. વિકેટ સારી હતી અને મેં તેનો ફાયદો ઉઠાવ્યો. અમારી ટીમમાં તમામને તેમની ભૂમિકાની ખબર છે અને સહયોગી સ્ટાફ પણ આ અંગે જણાવતો રહે છે.


દિલ્હીના કેપ્ટન શ્રેયસે કહ્યું કે, દિલ્હીની બહાર પર સારી પિચ મળી રહી છે. અમે આવી પિચ પવર રમવાનું પસંદ છે. પાવરપ્લેમાં શિખરે અમને સારી શરૂઆત અપાવી હતી, જેના કારણે મેચ જીતવી સરળ થઈ બની હતી.