નવી દિલ્હીઃ આઇપીએલ 2019માં ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ઇનિંગ પર ફેન્સ ફિદા થઇ ગયા છે, સતત ત્રણ જીત સાથે સીએસકે ટૉપ પર રહી છે. રાજસ્થાન સામે માત્ર 27 રનની અંદર ત્રણ બેટ્સમેનો આઉટ થવા છતાં ધોનીના દમ પર ટીમે 175 રનનો વિશાળ સ્કૉર ઉભો કર્યો, અને રાજસ્થાનને 8 રનથી હાર આપી હતી. આ ઇનિંગમાં ધોનીએ જબરદસ્ત બેટિંગ કરી, ચારેય બાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવી દીધો હતો.




ધોનીની તાબડતોડ બેટિંગને લઇને સોશ્યલ મીડિયા પર ફેન્સે ગૌતમ ગંભીરને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ, થોડાક દિવસો પહેલા ગંભીરે એક ટ્વીટ કર્યુ હતુ. આ ટ્વીટમાં તેને સંજૂ સેમસનને નંબર 4 પર રમાડવાની પેરવી કરી હતી. ફેન્સ ગંભીરને આ ટ્વીટને લઇને જબરદસ્ત ટ્રૉલ કર્યો હતો.


ઉલ્લેખનીય છે કે, ધોનીએ છેલ્લી ચાર ઓવરમાં 67 રન, જ્યારે છેલ્લી ઓવરમાં 28 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.