સીઓએ ના પ્રમુખ વિનોદ રાયે કહ્યું કે, ‘અમે આ આઇપીએલ સીઝનનો ઉદ્ઘાટન સમારોહનું આયોજન નહીં કરીએ અને તેના માટે જે બજેટ ફાળવવામાં આવ્યું હતું તે શહીદોના પરિવારોને આપવામાં આવશે. ઉલ્લ્ખનીય છે કે, પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.
પાકિસ્તાન શૂટર્સને વીઝા ન આપવા પર IOCએ ભારત પર લગાવ્યો પ્રતિબંધ
આઈપીએલની 12મી સીઝન 23 માર્ચથી શરુ થઈ રહી છે. જેમાં ગત ચેમ્પિયન ટીમ ચેન્નઇ સુપરકિંગ્સ 23 માર્ચે આઈપીએલના પ્રથમ મુકાબલામાં રોયલ ચેલેન્ચર્સ બેંગલુરુ સાથે થશે.
વર્લ્ડકપમાં ભારત જો પાકિસ્તાન વિરૂદ્ધ ન રમે તો કોને થશે ફાયદો? ગાવસકરે જણાવ્યું ગણિત...