નવી દિલ્હીઃ મુંબઈએ રાજસ્થાનને મેચ જીતવા આપેલા 162 રનના લક્ષ્યાંકને રાજસ્થાને 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન તરફથી કેપ્ટન સ્ટિવ સ્મિથે અણનમ 59 રન બનાવ્યા હતા. સંજુ સેમસને 19 બોલમાં 35 અને રિયાન પ્રયાગે 29 બોલમાં 43 રનનું યોગદાન આપ્યું હતું. મુંબઈ તરફથી રાહુલ ચહરે 3 વિકેટ લીધી હતી.


IPL 2019ની 36મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઓપનર ક્વિન્ટન ડી કોકે 47 બોલમાં 65, હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 23 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી શ્રેયલ ગોપાલે 2 વિકેટ લીધી હતી.

આ દરમિયાન આજે રાજસ્થાન રોયલ્સે વર્તમાન સીઝનમાં નબળા દેખાવના કારણે કેપ્ટન અજિંક્ય રહાણેની હકાલપટ્ટી કરીને તેના સ્થાને સ્ટિવ સ્મિથને નેતૃત્વ સોંપી દીધું હતું.

બંને ટીમો આ પ્રમાણે છે.