IPL 2019: રાજસ્થાને દિલ્હીને જીતવા આપ્યો 192 રનનો લક્ષ્યાંક, રહાણેના નોટઆઉટ 105 રન
abpasmita.in | 22 Apr 2019 09:42 PM (IST)
રાજસ્થાન તરફથી અજિંક્ય રહાણેએ શાનદાર સદી ફટકારી
નવી દિલ્હીઃ આઈપીએલ 2019ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો છે. મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી અજિંક્ય રહાણેએ શાનદાર સદી ફટકારી હતી. રહાણે 63 બોલમાં 105 રન બનાવી અણનમ રહ્યો હતો. સ્મિથે 32 બોલમાં 50 રન ફટકાર્યા હતા. રહાણે-સ્મિથે બીજી વિકેટ માટે 130 રનની ભાગીદારી કરી હતી. બંને ટીમો આ પ્રમાણે છે.