નવી દિલ્હીઃ આઈપીએલની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રોયલ્સના ખરાબ પ્રદર્શન બાદ અજિંક્ય રહાણેને કેપ્ટન પદેથી હટાવી દેવામાં આવ્યો છે. તેના સ્થાને સ્ટિવ સ્મિથને સીઝનની બાકીની મેચો માટે ટીમની કમાન સોંપી દેવામાં આવી છે. રાજસ્થાને શનિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, રહાણે ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે પરંતુ ટીમનું નેતૃત્વ સ્મિથના હાથમાં હશે. રહાણેની કેપ્ટનશિપમાં રાજસ્થાને ગત વર્ષે પ્લે ઓફ માટે ક્વોલિફાય કર્યું હતું.


ટીમ મેનેજમેન્ટે શું કહ્યું ?

રાજસ્થાન રોયલ્સના જુબિન ભરૂચાએ કહ્યું કે, “અજિંક્ય રહાણેએ ગત વર્ષે પ્લેઓફ સુધી ટીમની સફરમાં સારો રોલ નિભાવ્યો હતો. અજિંક્ય ટીમમાં છે અને તે હંમેશા રોયલ્સની સાથે રહેશે. તેણે 2018માં પડકારભર્યા માહોલમાં ટીમને પ્લઓફમાં પહોંચાડી હતી. તે અમારી ટીમ અને નેતૃત્વનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને સ્ટીવને જ્યાં જરૂર હશે ત્યાં તેની મદ કરશે.”

IPL 2019માં રાજસ્થાનનો કેવો છે દેખાવ

તેમણે કહ્યું, “સ્ટીવ વિશ્વના સૌથી સફળ કેપ્ટનો પૈકીનો એક છે. અમને વિશ્વાસ છે કે તે રોયલ્સને સફળતા તરફ લઇ જઇ શકે છે.” રાજસ્થાને આ સીઝનમાં અત્યાર સુધીમાં આઠ મેચ રમી છે. જેમાં માત્ર બે મેચમાં જ જીત મેળવી શકી છે. ટીમમાં ચાર પોઇન્ટ સાથે છેલ્લાથી બીજા નંબર પર છે.

વર્તમાન સીઝનમાં રહાણેનું કેવું છે પ્રદર્શન

રહાણેએ ચાલુ સીઝનની 8 મેચમાં 201 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 70 રન છે. જ્યારે સ્મિથે સાત મેચમાં 186 રન બનાવ્યા છે. જેમાં અણનમ 73 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે.


મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી મામલે હાર્દિક પંડ્યા-લોકેશ રાહુલને કેટલા રૂપિયાનો ફટકાર્યો દંડ? આંકડો જાણીને ચોંકી જશો