કોઈ વાતને લઈને ત્રણેય વચ્ચે ઉગ્ર ચર્ચા થતી જોવા મળી હતી. સૌથી પહેલાં ઇશાંત અને વોટ્સન વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી.
ત્યાર બાદ રબાડા પણ શેન વોટ્સન સાથે ઉગ્ર ચર્ચા કરતો જોવા મળ્યો હતો. વોટ્સન સાથે થયેલી ગરમા-ગરમી બાદ ચેન્નઇ સુપરકિંગ્સના બેસ્ટમેનોએ આક્રમક રૂપ ધારણ કર્યો હતો.
શરૂઆત સુરેશ રૈનાએ કરી, જેણે ઇશાંત શર્માની ઓવરમાં સતત 3 ફોર મારી હતી. રૈનાએ ઇશાંત શર્માની આ ઓવરમાં કુલ ચાર ફોર મારી હતી.