નવી દિલ્હીઃ આંદ્રે રસેલે ગુરુવારે 13 બોલરમાં સાત છગ્ગા અને 1 ચોગ્ગોની મદદથી 48 રનની અણનમ ઇનિંગ રમી રોયલ ચેલેન્જ્રસ બેંગલોરને આઈપીએલની 12મી સીઝનમાં પ્રથમ જીતથી દૂર કરી કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચ વિકેટે રોમાંચક જીત અપાવી હતી.

આ હાર બાદ કેપ્ટન વિરાટ કોહલી ખૂબ જ નિરાશ હતો. તેણે આ હાર માટે બોલરોને જવાબદાર ઠેરવ્યા હતા. વિરાટે મેચ બાદ ગુસ્સામાં કહ્યું, અંતિમ ચાર ઓવરમાં જે રીતે અમે બોલિંગ કરી તેનાથી અમારી હાર નક્કી જ હતી. જો તમે અંતિમ ઓવરમાં સાહસની સાથે બોલિંગ ન કરો તો તમને આંદ્રે રસેલ જેવા પાવર હિટર્સની વિરૂદ્ધ મુશ્કેલી થશે. આ કારણે અમે પ્રેશની સ્થિતિમાં બદુ જ ભૂલી ગયા અને પછી જે થયું તે બધાની સામે છે.



વિરાટે કહ્યું કે, જો તમે એવું વિચારો છો કે અમે 20-25 રન વધુ બનાવી લેતા તો તેનાથી મદદ મળતી, તો એવું બિલકુલ નથી કારણ કે જો તમે અંતિમ 4 ઓવરમાં આ રીતે બોલિંગ કરો છો અને 75 રન પણ ન બચાવી શક્યા તો પછી મને નથી લાગતું કે 100 રન પણ બચાવી શક્યા હોત.