નવી દિલ્હીઃ આઈપીએલમાં પાંચમી મેચ ફિરોઝશાહ કોટલા સ્ડેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે રમાઈ. આ મેચમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને ચેન્નઈ સુપર કિંગ્સને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં ધોનીની દીકરી ઝીવા પણ પિતાને ચીયર કરવા પહોંચી હતી.


મેચમાં જ્યારે ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે ઝીવા સ્ટેન્ડ્સથી તેને ચિયર કરતી જોવા મળી હતી. ઝીવા કહેતી સંભળાય છે કે, ગો પાપા ગો... કમઓન પાપા. ઝીવાની સાથે તેની માતા સાક્ષી પણ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


થોડા દિવસો અગાઉ ધોનીએ જીવા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે ઝીવા સાથે છે જુદી-જુદી ભાષાઓમાં વાત કરતો જોવા મળ્યો હતો. ધોનીએ ઝીવાને 6 ભાષાઓમાં સવાલ પૂછ્યાં હતાં. જેનો ઝીવાએ સરસ રીતે જવાબ આપ્યો હતો. તેણે તમિલ, બંગાળી, ભોજપુરી, પંજાબી અને ઉર્દૂમાં સવાલ કર્યા હતા.