ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનમાં શનિવાર થયેલા ડબલ હેડર બાદ પ્લે ઓફની તસવીર સ્પષ્ટ થઈ ગઈ છે. કિંગ્સ ઇલેવનડ પંજાબે હૈદરાબાદને રોમાંચક મુકાબલામાં હરાવીને પ્લેઓફમાં પહોંચવાની આશાને જીવતં રાખી છે. મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઇન્ટ્સ અને +1.448 નેટ રન રેટ સાથે ટોચ પર છે.


દિલ્હી કેપિટલ્સની ટીમ 14 પોઇન્ટ્સ અને +0.434 સાથે બીજા ક્રમે છે. કોહલીના નેતૃત્વ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ 14 પોઇન્ટ્સ અને +0.182ના નેટ રન રેટ સાથે ત્રીજા ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પણ 10માંથી 7 મેચ જીતી ચુકી છે.

છેલ્લી થોડી મેચોથી નિરાશાજનક પ્રદર્શન બાદ પણ કેકેઆરની ટીમે શનિવારે શાનદાર વાપસી કરી હતી. કેકેઆર 12 પોઇન્ટ અને -0.476 નેટ રન રેટ સાથે ચોથા ક્રમે છે. સતત ચાર જીત મેળવીને પંજાબ પણ પ્લે ઓફની રેસમાં છે. કિંગ્સ ઇલેવન પંજાબ 10 પોઇન્ટ અને -0.103 નેટ રન રેટ સાથે પાંચમાં ક્રમે છે.

આ ત્રણ ટીમોની આશા લગભગ ખતમ

સનરાઇઝર્સ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લે ઓફના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. હૈદારબાદની ટીમની ટીમ 8 પોઇન્ટ અને +0.029 નેટ રન રેટ સાથે છઠ્ઠા ક્રમે, રાજસ્થાન રોયલ્સ 8 પોઇન્ટસ અને -0.620 રન રેટ સાથે સાતમા ક્રમે અને ચેન્નઈ સુપર કિંગ્સ છ પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં છેલ્લા અને આઠમા ક્રમે છે.

વડોદરાઃ માતાએ 7 દિવસની બાળકીને તરછોડી, શરીર પર ચડી ગઈ હતી કીડીઓ

આ જાણીતી ઈલેક્ટ્રોનિક્સ કંપનીના ચેરમેનનું થયું નિધન, ફોર્બ્સના ટોપ-10 લિસ્ટમાં છે સામેલ, જાણો વિગત

ગિરનાર રોપ વે આજથી લોકો માટે મુકાશે ખુલ્લી, જાણો 2.3 કિમીનું અંતર કેટલી મિનિટમાં કપાશે