IPL 2021: પ્રથમ મેચમાં જીત બાદ દિલ્હી કેપિટલ્સ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી થયો ઇજાગ્રસ્ત, નહીં રમી શકે બે મેચો

એબીપી અસ્મિતા વેબ ટીમ Updated at: 11 Apr 2021 01:39 PM (IST)

ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ઇશાન્ત શર્માના (Ishant Sharma) વિના મેદાનમાં ઉતરી. ઇશાન્ત શર્માના સ્થાન પર આવેશ ખાનને ટીમમાં જોઇને બધા ચોંકી ગયા હતા, પરંતુ મેચ બાદ ઇશાન્તના ઇજાગ્રસ્ત હોવાની જાણકારી સામે આવી હતી. 

NEXT PREV

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL 2021) 14મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પોતાની સફરની શરૂઆત જીતની સાથે કરી છે. શનિવારે રમાયેલી પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઇ સુપર કિંગ્સને (CSK) 7 વિકેટથી હાર આપી છે, પરંતુ આ બધાની વચ્ચે દિલ્હીના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના સ્ટાર ફાસ્ટ બૉલર ઇશાન્ત શર્મા (Ishant Sharma) ઇજાગ્રસ્ત થઇ ગયો છે, જેના કારણે આગળની બે મેચોમાંથી (Miss Two Matches)બહાર રહેવાની સંભાવના છે. 


ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ઇશાન્ત શર્માના (Ishant Sharma) વિના મેદાનમાં ઉતરી. ઇશાન્ત શર્માના સ્થાન પર આવેશ ખાનને ટીમમાં જોઇને બધા ચોંકી ગયા હતા, પરંતુ મેચ બાદ ઇશાન્તના ઇજાગ્રસ્ત હોવાની જાણકારી સામે આવી હતી. 


દિલ્હી કેપિટલ્સના સહાયક કૉચ મોહમ્મદ કૈફે ઇશાન્ત શર્માની ફિટનેસ પર અપડેટ જાહેર કર્યુ છે. કૈફે કહ્યું- ઇશાન્ત શર્મા ઇજાગ્રસ્ત છે. જો તે ફિટ હોત તો તેને સીએસકે વિરુદ્ધ મેચમાં મોકો મળવાનુ નક્કી હતુ, પરંતુ ઇશાન્તની ઇજાના કારણે અમારે આવેશ ખાનને મેદાનમાં ઉતારવો પડ્યો. 




વૉક્સે સંભાળી બૉલિંગની જવાબદારી....
દિલ્હી કેપિટલ્સ માટે જોકે પહેલી મેચમાં મુશ્કેલીઓ ઓછી ન હતી, ટીમના મુખ્ય ફાસ્ટ બૉલરો કગિસો રબાડા અને નૉર્ખિયા ક્વૉરન્ટાઇનના નિયમોના કારણે ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચમાં ન હતા રમી શક્યા. પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સની ટીમ વૉક્સ અને ટૉમ કરનની સાથે મેદાનમાં ઉતરી હતી. દિલ્હીના ફાસ્ટ બૉલરોએ જોકે પહેલી મેચમાં સારુ પ્રદર્શન કર્યુ, આવેશ ખાન અને ક્રિસ વૉક્સ બે-બે વિકેટો લેવામાં સફળ રહ્યાં. દિલ્હીની સામે સીએસકેએ પહેલા બેટિંગ કરતા 189 રનનો ટાર્ગેટ મુકી દીધો હતો. દિલ્હીની ટીમે 18.4 ઓવરોમાં જ આ લક્ષ્યને હાંસલ કરીને મેચ જીતી લીધી હતી. 


મેચ હાઇલાઇટ્સ....






પોતાની પહેલી (દિલ્હી કેપિટલ્સના) કેપ્ટન તરીકેની મેચ રમી રહેલા ઋષભ પંતે ટૉસ જીતીને ધોનીની ટીમ સીએસકેને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સીએસકેની ટીમે 20 ઓવર રમી 7 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા, જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી  દિલ્હી કેપિટલ્સે જબરદસ્ત શરૂઆત કરતા પૃથ્વી શૉ અને શિખર ધવને મજબૂત પાંયો નાંખ્યો અને અંતે દિલ્હી કેપિટલ્સની ટીમ 3 વિકેટના નુકશાને 18.4 ઓવરમાં 190 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ખાસ વાત છે કે, ઋષભ પંતે કેપ્ટન તરીકે પોતાની ગુરુ મહેન્દ્ર સિંહ ધોની સામે જ પોતાની કેપ્ટનશીપની પ્રથમ મેચ જીતીને જોરદાર શરૂઆત કરી હતી. 




 


Published at: 11 Apr 2021 01:39 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.