IPL 2022 Retention List: ઇન્ડિયન પ્રીમિયર લીગના મેગા ઓક્શન પહેલા ખેલાડીઓના રિટેન્શનનુ લિસ્ટ સામે આવી ગયુ છે. કેટલાય મોટા ખેલાડીઓને ટીમોએ બહાર કરી દીધા છે, જ્યારે કેટલાક એવા નામ છે જેને બમ્પર લૉટરી લાગી ગઇ છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે જે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે, તેમાં યુવા સ્ટાર વેંકેટેશ અય્યર પણ સામેલ છે.
વેંકેટેશ અય્યરને કોલકત્તા નાઇટ રાઇડર્સે 8 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આ પહેલા ગઇ સિઝનમાં વેંકેટેશ અય્યરની વેલ્યૂ માત્ર 20 લાખ રૂપિયા હતી, એટલે કે એક વર્ષમાં જ વેંકેટેશ અય્યરની સેલેરી લગભગ 40 ગણી વધી ગઇ છે.
વેંકેટેશ અય્યરે આઇપીએલ 2021ના બીજા ભાગમાં ધમાલ મચાવી દીધી હતી. યુએઇમાં રમાયેલી આ ટૂર્નામેન્ટમાં વેંકેટેશ અય્યરે માત્ર 10 મેચોમાં જ 370 રન બનાવીને બધાને ચોંકાવી દીધા હતા, એટલુ જ નહીં તેને પોતાની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા નિભાવી હતી.
ભારત માટે થઇ ગયુ ડેબ્યૂ--
વેંકેટેશ અય્યરને આ પ્રદર્શનનુ કમાલનુ ઇનામ મળ્યુ, તેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સીરીઝ રમવાનો મોકો મળ્યો અને તેનુ આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પણ થઇ ગયુ. ખાસ વાત છે કે વેંકેટેશ અય્યર ઓપનિંગ કરી લે છે, ફાસ્ટ બૉલિંગ પણ કરી લે છે, અને જરૂર પડેતો નીચલા ક્રમમાં પણ બેટિંગ કરી લે છે. હાર્દિક પંડ્યાના ખરાબ ફોર્મના કારણે વેંકેટેશ અય્યરને આ ફાયદો મળ્યો. ટીમ ઇન્ડિયામાં જગ્યા મળી ગઇ અને હવે આઇપીએલમાં તેની કમાણી પણ બમ્પર થઇ રહી છે.
કોલકાતા નાઇટ રાઇડર્સ
આન્દ્રે રસેલ (રૂ. 12 કરોડ, પર્સમાંથી કપાશે રૂ. 16 કરોડ)
વરુણ ચક્રવર્તી (રૂ. 8 કરોડ, પર્સમાંથી કપાસે રૂ. 12 કરોડ)
વેંકટેશ ઐયર (રૂ. 8 કરોડ), સુનીલ નારાયણ (રૂ. 6 કરોડ)
કુલ પર્સ - રૂ. 90 કરોડ
ખર્ચ્યા - રૂ. 34 કરોડ
પૈસા કપાયા - 42
પૈસા બાકી - રૂ. 48 કરોડ