IPL ઓક્શનઃ 20 લાખ રૂપિયાની બેસ પ્રાઇઝ ધરાવતો ખેલાડી વેચાયો 5 કરોડમાં, 5 બોલમાં 5 છગ્ગા મારીને આવ્યો હતો ચર્ચામાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Dec 2018 06:23 PM (IST)
1
જયપુરઃ આઈપીએલ 2019માં તમામ ટીમો વધારે મજબૂત બનાવવા માટે આજે જયપુરમાં હરાજીમાં હિસ્સો લઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે મુંબઈના યુવા બેટ્સમેન શિવમ દુબેને 5 કરોડ રૂપિયાની જંગી રકમમાં ખરીદ્યો છે. તેની બેસ પ્રાઇઝ માત્ર 20 લાખ રૂપિયા હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
શિવમે અત્યાર સુધીમાં 6 ફર્સ્ટ ક્લાસ મેચમાં 63ની સરેરાશથી 567 રન બનાવ્યા છે. ઉપરાંત 22 વિકેટ પણ ઝડપી છે. તેણે 13 ટી 20 મેચમાં 189 રન અને 10 વિકેટ પણ ઝડપી છે.
4
થોડા દિવસો પહેલા રણજી ટ્રોફી મેચમાં રમતા ઓલરાઉન્ડર શિવમ દુબેએ બરોડાના ડાબોડી સ્પિનર સ્વપનિલ સિંહની એક ઓવરમાં 5 બોલ પર 5 છગ્ગા માર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -