નવી દિલ્હી: ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર 18 ફેબ્રુઆરીએ યોજાનારા આઈપીએલ 2021ની ઓક્શનમાં સામેલ થશે. રિપોર્ટ અનુસાર, અર્જુન સાથે પ્રતિબંધ બાદ મેદાન પર વાપસી કરનાર એસ શ્રીસંત પણ આ હરાજીમાં સામેલ થશે.
લેફ્ટ હેન્ડ ફાસ્ટ બોલર અર્જુનની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા છે. તે હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં મુંબઈ માટે રમ્યો હતો અને તે છેલ્લા કેટલાક સમયથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે.
શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ આ વર્ષે સપ્ટેમ્બરમાં ખતમ થઈ ગયો હતો અને તે હાલજ રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. તેની બેઝ પ્રાઈસ 75 લાખ રૂપિયા છે.
IPL 2021ના ઓક્શન માટે આ કુલ 1097 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમાંથી 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડી સામેલ છે. જેની જાણકારી આઈપીએલ દ્વારા ટ્વિટર પર આપવામાં આવી છે.
હરાજી માટે જે 283 વિદેશી ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં સૌથી વધુ વેસ્ટઈન્ડિઝના 56 ખેલાડી છે. તેના બાદ ઓસ્ટ્રેલિયાના 42, દક્ષિણ આફ્રિકાના 38, શ્રીલંકાના 31, ન્યૂઝિલેન્ડના 29, ઈંગ્લેન્ડના 21, યૂએઈના 9, નેપાળના 9, સ્કોટલેન્ડના 7, બાંગ્લાદેશના 5 અને આયરલેન્ડ, ઝિમ્બાબ્વે, યૂએસએ અને નીધરલેન્ડના 2-2 ખેલાડીઓએ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
IPL Auction 2021: હરાજીમાં સામેલ થશે સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર, જાણો કેટલી છે બેઝ પ્રાઈસ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2021 08:06 PM (IST)
IPL 2021ના ઓક્શન માટે આ કુલ 1097 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમાંથી 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડી સામેલ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -