નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની વધુ એક ફ્રેન્ચાઈઝી કેરેબિયન પ્રીમિયર લીગ(CPL)ની ફ્રેન્ચાઇઝી ખરીદશે. પ્રીતિ ઝિંટાની સહમાલિકી વાળી આઈપીએલ ફ્રેન્ચાઈઝ કિંગ્સ ઇલેવન પંજાબ કેરેબિયન પ્રીમિયર લીગની સેંટ લૂસિયા ફ્રેન્ચાઇઝીને ખરીદશે. જેના કારણે તે કોલકાતા નાઇટ રાઇડર્સ બાદ સીપીએલની ટીમ ખરીદનારી બીજી આઈપીએલ ટીમ બની જશે.


શું કહ્યું કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિકે

કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાએ સોમવારે પીટીઆઈને જણાવ્યું કે, અમે સીપીએલનો હિસ્સો બનવાના કરાર પર હસ્તાક્ષર કરવાના છીએ. અમે સેંટ લૂસિયા ફ્રેન્ચાઇઝી ખરીદી રહ્યા છીએ. ફોર્મેટ અને કંપનીના નામ અંગેની જાણકારી બીસીસીઆઈની મંજૂરી મળ્યા બાદ જ આપવામાં આવશે. મોહિત બર્મન કરાર પર હસ્તાક્ષર કરવા હાલ ત્યાં છે. અમે લગભગ 9 મહિનાથી આના પર કામ કરતા હતા.

હાલ કોણ છે સેંટ લૂસિયાનો કેપ્ટન

સેંટ લૂસિયાનું નેતૃત્વ વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ડેરેન સેમી કરે છે. આઈપીએલની એક અન્ટ ટીમ કોલકાતા નાઇટ રાઇડર (KKR)એ 2015માં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સમાં હિસ્સો ખરીદ્યો હતો. જે સીપીએલની અત્યાર સુધીની સફળ ફ્રેન્ચાઇઝી છે અ ત્રણ વખત ખિતાબ જીતી ચુકી છે.

સેંટ લૂસિયાએ લીગમાં કયારે કર્યો સર્વશ્રેષ્ઠ દેખાવ

ટુર્નામેન્ટનમાં સેંટ લુસિયાએ સર્વશ્રેષ્ઠ દેખાવ 2016માં કર્યો હતો. ત્યારે ટીમ ચોથા સ્થાન પર રહી હતી. 2013થી શરૂ થયેલી સીપીએલ વિશ્વની જાણીતી ટી-20 લીગ પૈકીની એક છે.

SCની ફટકાર બાદ વોડાફોન-આઇડિયાએ 2,500 અને TATAએ 2,190 કરોડ રૂપિયાની કરી ચુકવણી, જાણો વિગત

Piaggio એ એપ્રિલિયા એસએક્સઆર 160 ફ્યુચરિસ્ટિક પ્રીમિયમ સ્કૂટર તથા વેસ્પા ઈલેટ્ટ્રિકાનું પ્રોડક્શન વર્ઝન રજૂ કર્યું, જાણો કેવા છે ફીચર્સ

ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે કહ્યું, હું ભારતીય ક્રિકેટરોને ઘણો આદર આપું છું કારણકે......