ભારતીય સ્પિનર્સને લઈ શું કહ્યું સોઢીએ
સોઢીએ કહ્યુ, જ્યારે તમે કોઈ સલાહ માંગો ત્યારે મદદ કરવામાં અને પોતાના અનુભવ શેર કરવામાં કોઈ ખચકાટ અનુભવતા નથી તેથી તેમના પ્રત્યે સન્માન વધી જાય છે. ચહલને લઈ તેણે કહ્યું, તે શાનદાર વ્યક્તિત્વ છે. પૂરી રીતે અલગ વ્યક્તિત્વ છે. મોટા દિલવાળો વ્યક્તિ છે. આવા ખેલાડીઓ સાથે સમય ગાળવો અને તેમના અનુભવો સાંભળવા ખૂબ સારું છે. ન્યૂઝીલેન્ડ માટે 17 ટેસ્ટ, 32 વન ડે અને 45 ટી-20 રમી ચુકેલો ઈશ સોઢી અશ્વિનની બોલિંગમાં વિવિધતા અને જાડેજાની કામ કરવાની રીતથી પણ પ્રભાવિત છે. તેણે કહ્યું, હું કોઈ દિવસ જાડેજાને તેના અભ્યાસની રીત અંગે પૂછતો હતો. અશ્વિન પાસેથી કેરમ બોલ અને ઓફ સ્પિનર હોવાથી પ્રભાવશાળી રીતે ગૂગલી ફેંકવાનું પૂછી રહ્યો હતો.
પંત સામે બોલિંગ કરવી છે મુશ્કેલ
તેણે કહ્યું, રિષભ પંત સ્પિનરો સામે ખૂબ આક્રમકતાથી રમતો બેટ્સમેનો પૈકીનો છે. હું તેને પૂછું છું કે કઈ લેંથની બોલ પર પ્રહાર કરવો સૌથી મુશ્કેલ હોય છે. સ્પિનરો સામે આક્રમક બેટિંગ કરવાના મામલે મેં તેની જોવી પહોંચ અન્ય કોઈ બેટ્સમેનમાં નથી જોઈ.
કોહલીને લઈ કરી આ મોટી વાત
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ઘણી વખત લેગ સ્પિનરની બોલિંગમાં આઉટ થયો છે જેને લઈ તેણે કહ્યું, આવા બોલર્સની સામે તેણે ઘણા રન બનાવ્યા છે. વિરાટ એવો બેટ્સમેન છએ જેના પર તમારે સતત આક્રમણ કરવાની જરૂર હોય છે નહીંતર તમને દબાણમાં મૂકી દે છે. તમારે તેની સામે અનેક પ્રકારની યોજનાઓ લઈને આવવું પડે છે, તેની સામે બોલિંગ કરતી વખતે તમારે નિડર બનવું પડે છે.
આઈપીએલ 2020માં જોવા મળશે નવી ભૂમિકામાં
સોઢી માત્ર 27 વર્ષનો છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેને રાજસ્થાન રોયલ્સની સાથે સ્પિન સલાહકારની નવી ભૂમિકા પણ આપવામાં આવી છે. તેણે કહ્યું, આ પડકારજનર ભૂમિકા છે અને હું તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મારી મુખ્ય ભૂમિકા સ્પિન સલાહકારની રહેશે અને સ્પિનરો માટે યોજના બનાવવી પડશે.
ICC T-20 રેન્કિંગ થયું જાહેર, કોહલીને લાગ્યો મોટો ફટકો, જાણો કેટલામાં ક્રમે પહોંચ્યો
લ્યો બોલો, રાજકોટના ઝૂમાં બહારથી આવ્યો દીપડો ને હરણનું કર્યું મારણ, જાણો વિગતે
નિર્ભયા મામલોઃ દોષિતો સામે નવું ડેથ વોરંટ થયું જાહેર, આ દિવસે થશે ફાંસી